બ્રોકરેજ હાઉસિસ ‘એલિવેટ કેમ્પસીસ’ (Elevate Campuses) ના IPO અંગે આશાવાદી; બજારમાં અગ્રણી સ્થાન, 100% ફ્રેશ ઈશ્યુ અને લાંબા ગાળાની એન્યુઈટી આવક પર ભાર મૂક્યો

એલિવેટ કેમ્પસીસ લિમિટેડના પ્રારંભિક જાહેર ભરણું (ઈંઙઘ) ને વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે; જેમાં બીપી ઇક્વિટીઝ, સુશીલ ફાઇનાન્સ, આનંદ રાઠી, સ્વસ્તિક સિક્યોરિટીઝ, વેન્ચુરા સિક્યોરિટીઝ, કુંવરજી વેલ્થ સોલ્યુશન્સ અને મારવાડી ફાઇનાન્સિયલ સર્વિસીસ દ્વારા રોકાણકારોને આ ઇશ્યૂમાં સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરવામાં આવી છે. સંશોધન અહેવાલોમાં ભારતનાં અગ્રણી સંસ્થાકીય શિક્ષણ માળખાગત સુવિધા પ્લેટફોર્મ તરીકે કંપનીનું સ્થાન, ઉચ્ચ શિક્ષણની ટોચની સંસ્થાઓ સાથેની દાયકાઓ લાંબી ’માસ્ટર લીઝ’ વ્યવસ્થાઓ, ઊં-12 ક્ષેત્રે વિસ્તરતી હાજરી અને ઝડપી આર્થિક વૃદ્ધિ જેવા પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
એલિવેટ કેમ્પસીસે (ઊહયદફયિં ઈફળાીતયત) પ્રાઇસ બેન્ડની ઉપલી મર્યાદા મુજબ પ્રતિ ઇક્વિટી શેર રૂા.362ના ભાવે અગ્રણી ’એન્કર રોકાણકારો’ પાસેથી રૂા.945 કરોડ એકત્ર કર્યા. આ એન્કર ફાળવણીમાં 20થી વધુ સંસ્થાકીય રોકાણકારોએ ભાગ લીધો હતો, જેમાં જઇઈં મ્યુચ્યુઅલ ફંડ, ઇંઉઋઈ મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ, વ્હાઇટ ઓક મ્યુચ્યુઅલ ફંડ, મિરે એસેટ મેનેજમેન્ટ, 360 વન (360 ઘક્ષય), ટાટા અઈંૠ જનરલ ઇન્શ્યોરન્સ અને આંતરરાષ્ટ્રીય સોવરિન વેલ્થ ફંડ ’નોર્જેસ બેંક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ’નો સમાવેશ થાય છે.
બ્રોકરેજ સંસ્થાઓએ ખાસ વિદ્યાર્થીઓ માટે નિર્મિત રહેઠાણ (ઙખજઅ) ક્ષેત્રે ’એલિવેટ કેમ્પસીસ’ (ઊહયદફયિં ઈફળાીતયત) પાસે રહેલી વિશાળ પાયાની સ્પર્ધાત્મક મજબૂતી (સ્કેલ મોટ) પર ભાર મૂક્યો છે. ઇઙ ઊિીશશિંયત એ નોંધ્યું છે કે જૂન 2026 સુધીમાં કંપનીનું 78,542 બેડ્સનું પોર્ટફોલિયો તેના સૌથી નજીકના સંગઠિત હરીફના કદ કરતાં લગભગ 2.1 ગણું મોટું હશે. ઇઙ ઊિીશશિંયત એ કંપનીની મજબૂત નફાકારકતા પર પણ ભાર મૂક્યો છે; નાણાકીય વર્ષ 2026 (ઋઢ26) દરમિયાન કંપનીનું ઊઇઈંઝઉઅ વધીને રૂા.545 કરોડ સુધી પહોંચ્યું છે અને સાથે જ તેની કાર્યકારી કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

રિલેટેડ ન્યૂઝ