એસજેપી અલ્ટ્રાસોનિક્સ લિમિટેડ (ધ કંપની)નો આઈપીઓ બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે

એસજેપી અલ્ટ્રાસોનિક્સ લિમિટેડ, પ્લાસ્ટિક જોઈનિંગ અને ઓટોમેશન માટેના એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પ્રોવાઇડર છે, જે મુખ્યત્વે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી તેમજ મેડિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ, એફએમસીજી, ટોયઝ, ગિફ્ટ સ્ટેશનરી, ફૂડ પેકેજિંગ, સંરક્ષણ શૈક્ષણિક સંસ્થાઓ જેવા ક્ષેત્રો માટે વિશિષ્ટ ઉકેલો પ્રદાન કરે છે. આ કંપનીની વિશેષતા તેના ગ્રાહકો માટે મશીનરી, ટૂલ્સ અને ઓટોમેટેડ પ્રેસેસનું મેન્યુફેક્ચરિંગ કરીને ટેકનિકલ ઇનોવેશન લાવવામાં અને વિવિધ ઇન્ડસ્ટ્રીમાં લક્ષિત ઉકેલો પૂરા પાડવામાં રહેલી છે; કંપની બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026ના રોજ તેનો આઈપીઓ લાવવાની યોજના ધરાવે છે.
કંપની ફિક્સ્ડ પ્રાઇસ મેથડ હેઠળ પ્રતિ ઇક્વિટી શેર રૂા.67ની કિંમતે 35,00,000 ઇક્વિટી શેરના નવા ઇશ્યુ થકી રૂા.2,345.00 લાખ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઇક્વિટી શેરને બીએસઇ લિમિટેડના એસએમઇ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કરવાનો પ્રસ્તાવ છે.
આ ઇશ્યુ સંપૂર્ણપણે પ્રત્યેક રૂા.10/-ના અંકિત મૂલ્ય ધરાવતા 35,00,000 ઇક્વિટી શેરના નવા ઇશ્યુનો બનેલો છે, જેને રૂા.67 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે રોકડ માટે બહાર પાડવામાં આવી રહ્યા છે, જેમાં પ્રતિ ઇક્વિટી શેર રૂા.57નું શેર પ્રીમિયમ પણ સામેલ છે, રૂા.2,345 લાખનું કુલ મૂલ્ય ધરાવતા આ ઇશ્યુ (“ધ ઇશ્યુ”) પૈકી, પ્રત્યેક રૂા.10/-નું અંકિત મૂલ્ય ધરાવતા 1,76,000 ઇક્વિટી શેર, જે પ્રતિ ઇક્વિટી શેર રૂા.57ના શેર પ્રીમિયમ સહિત પ્રતિ ઇક્વિટી શેર રૂા.67ના ભાવે રોકડ માટે બહાર પાડવામાં આવી રહ્યા છે, જેનું કુલ મૂલ્ય રૂા.117.92 લાખ થાય છે, તે માર્કેટ મેકર (“ધ માર્કેટ મેકર રિઝર્વેશન પોર્શન”) માટે અનામત રાખવામાં આવ્યા છે. માર્કેટ મેકર માટે અનામત રાખવામાં આવેલ હિસ્સો બાદ કરતાં, એટલે કે રૂા.10/-નું અંકિત મૂલ્ય ધરાવતા 33,24,000 ઇક્વિટી શેરનો નેટ ઇશ્યુ જેની કિંમત પ્રતિ ઇક્વિટી શેર રૂા.67 છે અને કુલ મૂલ્ય રૂા.2,227.08 લાખ થાય છે, તેને હવે પછી “નેટ ઇશ્યુ” તરીકે ઓળખવામાં આવશે. આ ઇશ્યુ અને નેટ ઇશ્યુ, અમારી કંપનીની પોસ્ટ-ઇશ્યુ પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના અનુક્રમે 27.05% અને 25.69% હિસ્સો ધરાવશે.
ઇક્વિટી શેરની ફાળવણી
નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 16,62,000 ઇક્વિટી શેર
ઈન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 16,62,000 ઇક્વિટી શેર
માર્કેટ મેકર – 1,76,000 ઇક્વિટી શેર
આ આઈપીઓમાંથી પ્રાપ્ત રકમનો ઉપયોગ મશીનરીની ખરીદી તરફના મૂડી ખર્ચના ભંડોળ માટે, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરૂં પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે. પબ્લિક ઈશ્યુ બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે અને સોમવાર, 5 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે.

રિલેટેડ ન્યૂઝ