અનુભવી રોકાણકાર અનિલ કુમાર ગોયલ દ્વારા સમર્થિત ટીએનએ સોલ્યુશન્સનો આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશ

ઈન્દોર સ્થિત હોમ ટેક્સટાઈલ પ્રોડક્ટ મેન્યુફેક્ચરર ટીએનએ સોલ્યુશન્સ લિમિટેડ, જે અનુભવી વેલ્યુ ઇન્વેસ્ટર અનિલ કુમાર ગોયલ દ્વારા સમર્થિત છે, તેણે બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026ના રોજ તેનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું લક્ષ્ય અપર પ્રાઇસ બેન્ડ પર રૂા.37.86 કરોડ સુધીની રકમ એકત્ર કરવાનું છે, જેના ઇક્વિટી શેર બીએસઇ લિમિટેડના એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કરાવામાં આવશે.
24 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ, અનિલ કુમાર ગોયલ કંપનીની પ્રી-આઈપીઓ ઇક્વિટી શેર કેપિટલનો 14.17% હિસ્સો ધરાવે છે. તેઓ કંપનીના બીજા સૌથી મોટા શેરધારક છે.
શ્રી ગોયલ ઇક્વિટી રોકાણનો ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે અને તેઓ તેમના વેલ્યુ-ઇન્વેસ્ટિંગ અભિગમ તથા ટેક્સટાઇલ સેક્ટરમાં લાંબા ગાળાના રોકાણો માટે જાણીતા છે. તેમના જાહેર કરાયેલા ટેક્સટાઇલ સેક્ટરના રોકાણોમાં અમરજ્યોતિ સ્પિનિંગ મિલ્સ, નાહર સ્પિનિંગ મિલ્સ, સ્પોર્ટકિંગ ઇન્ડિયા, પ્રિકોટ અને સરલા પરફોર્મન્સ ફાઇબર્સનો સમાવેશ થાય છે.
આ ઇશ્યુમાં પ્રત્યેક રૂા.10ના અંકિત મૂલ્ય ધરાવતા 54,08,000 સુધીના ઇક્વિટી શેરનો નવો ઇશ્યુ સામેલ છે, જેની પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂા.66થી રૂા.70 છે.
ઇક્વિટી શેરની ફાળવણી
એન્કર પોર્શન: 15,38,000 ઇક્વિટી શેર સુધી
નેટ ક્યુઆઈબી: 10,26,000 ઇક્વિટી શેર સુધી
એનઆઈઆઈ: 7,74,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
ઈન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ: 17,98,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
એમએમ: 2,72,000 ઇક્વિટી શેર સુધી
આ આઈપીઓમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી રકમનો ઉપયોગ નવા મેન્યુફેક્ચરિંગ યુનિટના સિવિલ ક્ધસ્ટ્રક્શન તથા પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટેના મૂડી ખર્ચને પહોંચી વળવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનું પ્રસ્તાવિત છે. એન્કર બિડિંગ મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026ના રોજ છે; ઇશ્યુ બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે અને મંગળવાર, 6 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે.

રિલેટેડ ન્યૂઝ