IPO થકી મળનારી રકમનો ઉપયોગ 12 નવા શોરૂમ દ્વારા રિટેલ નેટવર્કનાં વિસ્તરણ, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો
કોલકાતા સ્થિત સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાય સાથે સંકળાયેલી Sollfege Smart Electronics Limited (કંપની)એ, તેના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (ઈંઙઘ)ની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ માટે સબસ્ક્રિપ્શન બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026નાં રોજ ખુલશે અને સોમવાર, 5 ઓક્ટોબર, 2026નાં રોજ ક્લોઝ થશે. ઇક્વિટી શેર ઇજઊ જખઊ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. કંપની રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 39,60,000 ઇક્વિટી શેર રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરના ઇશ્યૂ પ્રાઇસ પર ઓફર કરી રહી છે, જે કુલ રૂ. 21.78 કરોડ થાય છે.
રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરનો ઇશ્યૂ પ્રાઇસ એપ્લિકેશન વખતે ચૂકવવાનો રહેશે. આ ઇશ્યૂ માટેનો માર્કેટ લોટ 2,000 ઇક્વિટી શેરનો છે અને રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવી પડશે, જેની રકમ રૂ. 2.20 લાખ થશે. ઇંગઈં રોકાણકારોએ ઓછામાં ઓછા ત્રણ લોટ માટે અરજી કરવી પડશે, જેની રકમ રૂ. 3.30 લાખ થશે. ઋશક્ષતવજ્ઞયિ ખફક્ષફલયળયક્ષિં જયદિશભયત કમિં. આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે ઊંરશક્ષ ઝયભવક્ષજ્ઞહજ્ઞલશયત કમિં. ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.
કંપની તેના રિટેલ નેટવર્કના વિસ્તરણને એક્સપાન્ડ કરવા માટે ઈંઙઘમાંથી મળનારી રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, જેમાં 12 નવા શોરૂમ શરૂ કરવા માટે રૂ. 8.54 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તરણથી કંપનીની રિટેલ પ્રેઝન્સ મજબૂત થવાની અને ગ્રાહકો સુધી વધુ વ્યાપક પહોંચ બનાવવાની અપેક્ષા છે. આ સાથે, કંપનીના વધતા ઓપરેશન્સને સપોર્ટ કરવા માટે વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે રૂ. 9.67 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. બાકીના રૂ. 1.80 કરોડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે કરવામાં આવશે, જે કંપનીને તેના એક્સપાન્શન પ્લાન્સ સાથે તેની વ્યાપક બિઝનેસ જરૂરિયાતોને સપોર્ટ કરવા માટે જરૂરી રિસોર્સ પૂરા પાડશે.
