Jai Hind

Truecaller (ટ્રુ કોલર) સ્કેમ ચેકર: સ્કેમ (છેતરપિંડી) શોધવાની ક્ષમતા અને કોમ્યુનિટી ઇન્ટેલિજન્સનો સમન્વય

વેબ અને એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ આ નવી સુવિધા દ્વારા કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ લિંક, નંબર અથવા સંદેશની સેક્ધડોમાં તપાસ કરી શકે છે; આ સુવિધા 500 મિલિયન વપરાશકર્તાઓના ’સ્કેમ ઇન્ટેલિજન્સ’ પર આધારિત છે

Truecaller (ટ્રુ કોલર)એ આજે વેબ અને એપ પર Truecaller (ટ્રુ કોલર)સ્કેમ ચેકર’ (સ્કેમ ચેકર) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવી સુવિધા લોકોને એ જાણવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે કે શું તેઓ કોઈ છેતરપિંડીનો સામનો કરી રહ્યા છે અને છેતરપિંડીની નવીનતમ પદ્ધતિઓ વિશે માહિતગાર રહી શકે છે. તેનો ઉદ્દેશ્ય Truecaller (ટ્રુ કોલર)ની સ્કેમ સુરક્ષાને માત્ર કોલરની ઓળખ અને સ્પામ બ્લોકિંગથી આગળ વધારીને વિસ્તૃત કરવાનો છે. આ સોલ્યુશન સ્કેમ શોધવાની વિવિધ ક્ષમતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવે છે, જેનાથી વપરાશકર્તાઓ શંકાસ્પદ વેબ લિંક્સ તપાસી શકે છે, ફોન નંબર શોધી શકે છે, સંબંધિત સ્કેમ રિપોર્ટ્સ જોઈ શકે છે અને કોઈ પગલું ભરતા પહેલા સંભવિત છેતરપિંડીના પ્રયાસોને વધુ સારી રીતે સમજી શકે છે.