Jai Hind

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં આવતા મૃત્યુના સરેરાશ દાવાની રકમમાં રૂપિયા 15લાખ સાથે અગ્રેસર

આઈસીઆઈસીઆઈપ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ રૂપિયા 15 લાખના વ્યક્તિગત મૃત્યુ દાવાની ચૂકવણી કરીને સતત બીજા વર્ષે અગ્રેસર રહી છે અને સમયસર નાણાકીય સહાય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
છેલ્લા છ નાણાકીય વર્ષ માટે જાહેરમાં ઉપલબ્ધ ઈન્ડસ્ટ્રીનો ડેટા દર્શાવે છે કે કંપનીના સરેરાશ વ્યક્તિગત મૃત્યુ દાવાની ચૂકવણીનું મૂલ્ય નાણાકીય વર્ષ 2021ના આશરે રૂપિયા 10 લાખથી વધીને નાણાકીય વર્ષ 2026માં રૂપિયા 15 લાખ થયું છે, જેમાં સરેરાશ દાવાની રકમ છેલ્લા ચાર વર્ષમાં રૂપિયા 14-15 લાખની આસપાસ સ્થિર રહી છે. આવક, લોન અને પારિવારિક જવાબદારીઓ બદલાય છે, તેમ તેમ આ તારણો દર્શાવે છે કે પોલિસીધારકોએ સમયાંતરે તેમના જીવન કવચની સમીક્ષા કરતા રહેવું જોઈએ, જેથી ખાતરી કરી શકાય કે તે તેમની બદલાતી જરૂરિયાતો સાથે મેળ ખાય છે કે નહીં.
આઈસીઆઈસીઆઈપ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ – અન્ડરરાઇટિંગ એન્ડ રિટેલ ક્લેમ્સ, શ્રી સારંગ ગોખલેએ જણાવ્યું હતું કે, “જીવન વીમો એ પરિવારોને જ્યારે તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના એક સરળ વાયદા પર આધારિત છે. નાણાકીય વર્ષ 2026માં, અમે રૂપિયા 5,149 કરોડના મૃત્યુ-સંબંધિત દાવાની પતાવટ કરી હતી. વધુમાં, નાણાકીય વર્ષ 2026માં અમારો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 99.3% રહ્યો હતો,જેમાં કંપનીના એકંદર સ્તરે તપાસની જરૂર ન હોય તેવા વ્યક્તિગત દાવા માટે, છેલ્લો દસ્તાવેજ પ્રાપ્ત થયાની તારીખથી સરેરાશ પતાવટનો સમય માત્ર 1.1દિવસનો હતો, જે અમારા ગ્રાહકો અને તેમના પરિવારોને આપેલા વાયદાને પૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”
અમે ક્લેમ કરવાની પ્રક્રિયાઓને સતત સરળ બનાવીએ છીએ અને ટેક્નોલોજી-આધારિત સેવાઓ પ્રદાન કરીએ છીએ, જેથી પરિવારોને વિલંબ વિનાજરૂરી મદદ મળી રહે. અમે ગ્રાહકોને તેમના કવરની નિયમિત સમીક્ષા કરવા માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી સુનિશ્ચિત કરી શકાય કે તે તેમના જીવનના બદલાતા તબક્કા અને લક્ષ્યોને અનુરૂપ છે.