અગાઉ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે જાણીતી આઈસીઆઈસીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ લિમિટેડે આજે એની નવી બ્રાન્ડ ઓળખ અને ટેગ લાઇન – ‘હર કલ આસાન’ની જાહેરાત કરી હતી.
આઈસીઆઈસીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ લિમિટેડના માર્કેટિંગ, ડિજિટલ અને બેંકાશ્યોરન્સના ચીફ શ્રી શ્રીનિવાસ બાલાસુબ્રમનિયને બ્રાન્ડની નવી ઓળખ અને ટેગ લાઇન પર કહ્યું હતું, આઈસીઆઈસીઆઈ નામ કરોડો ભારતીયોના જીવનમાં એક ખાસ સ્થાન ધરાવે છે તથા તે વિશ્વાસ, મજબૂતી અને સરળતાથી ઉપલબ્ધ નાણાકીય સેવાઓનું પ્રતીક છે. ગત 25 વર્ષમાં અમને 20 કરોડથી વધારે ભરાતીયોનાં સ્વપ્નો અને ભવિષ્યને સલામત રાખવામાં મદદ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ સફરમાં અમે ભારતની જબરદસ્ત પ્રગતિ અને લોકોની બદલાતી આશાઓને જોઈ છે.
હાલનાં ઝડપી વાતાવરણમાં દુનિયા વધારે જટિલ અને અનિશ્ચિત થઈ ગઈ છે. કારકિર્દીના માર્ગો બદલવા, પરિવારના માળખામાં પરિવર્તન, લાંબું જીવન અને નાણાકીય પ્રાથમિકતાઓમાં પરિવર્તનથી લાંબા ગાળાનું આયોજન અગાઉથી વધારે પડકારજનક બની ગયું છે. જ્યારે આ અનિશ્ચિતતાનો સામનો કરવામાં જીવન વીમો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, ત્યારે નાણાકીય ભવિષ્યને સલામત રાખવાની પરંપરાગત રીત ઘણી વાર મુશ્કેલ માનવામાં આવે છે.
આઈસીઆઈસીઆઈલાઇફ ઇન્શ્યોરન્સમાં અમે દ્રઢપણે માનીએ છીએ કે, ભવિષ્યની તૈયારી કરવાથી જીવનમાં જટિલતાઓ વધવાને બદલે સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ મળવી જોઈએ. અમારી બ્રાન્ડની નવી ઓળખ નામ બદલવાથી વિશેષ છે. આ નાણાકીય ભવિષ્યને સલામત બનાવવાના અનુભવને સરળ, પારદર્શક, લવચિક અને સુવિધાજનક બનાવવાની અમારી મોટી કટિબદ્ધતાને દર્શાવે છે. અમારા 25 વર્ષના મજબૂત પાયા પર અમે ગ્રાહકો માટે અમારું મહત્વ વધારીશું, ઉદ્યોગમાં શ્રેષ્ઠ કામગીરીના નવા માપદંડો સ્થાપિત કરીશું અને 2047 સુધી ‘તમામ માટે વીમા’ના રાષ્ટ્રીય લક્ષ્યમાં સક્રિય રીતે પ્રદાન કરીશું.”
બ્રાન્ડની નવી ખાતરી સાથે કંપનીનો ઉદ્દેશ જીવન વીમા વિશે સંવાદને ફક્ત સંભવિત જોખમો સામે સલામતી પૂરતો મર્યાદિત ન રાખીને લોકોને એ વાત માટે સક્ષમ બનાવવાનો છે કે તેઓ સરળતાપૂર્વક અને સુવિધા સાથે પોતાના ભવિષ્ય વિશે શ્રેષ્ઠ જાણકારી મેળવી શકે અને આત્મવિશ્વાસ સાથે નિર્ણયો લઈ શકે. આ રીતે અમે અમારા તમામ હિતધારકો માટે હર કલ આસાન બનાવીએ છીએ.