ફેસ્ટિવ શોપિંગ સીઝનના આગમન સાથે જ મિન્ત્રાનો ફ્લેગશિપ બિગ ફેશન ફેસ્ટિવલ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં ગ્રાહકોને મળશે હજારો બ્રાન્ડ્સના લાખો સ્ટાઇલ્સ. આ ફેસ્ટિવલ ભારતના ફેશન અને લાઇફસ્ટાઇલ ઇકોસિસ્ટમના વિકાસમાં મિન્ત્રાની ભૂમિકાને મજબૂત કરશે. આ ફેસ્ટિવલ જ્યાં ઉભરતા બ્રાન્ડ્સને મોટા અવસર પ્રદાન કરશે, ત્યાં દેશના લાખો ગ્રાહકો માટે ટ્રેન્ડ- ફર્સ્ટ સિલેક્શન, શાનદાર મૂલ્ય અને સુવિધા તથા આરામ પણ લઈને આવશે. બીએફએફમાં મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાંથી નોંધપાત્ર માંગ નોંધાવાની અપેક્ષા છે કારણ કે તેમાં પ્રીમિયમ અને વેલ્યૂ સિલેક્શનમાં વધુ ઓફર્સ, ટ્રેન્ડ-બેસ્ડ સ્ટાઇલ અને ટેકનોલોજી પર આધારિત પર્સનલાઇઝ્ડ શોપિંગ સાથે એમ-નાઉ અને એમ-એક્સપ્રેસ દ્વારા ઇન્સ્ટન્ટ ડિલિવરીની સુવિધા પણ મળી રહી છે.
બિગ ફેશન ફેસ્ટિવલ વિશે વાત કરતા મિન્ત્રાના શરોન પેસ-એ કહ્યું, બિગ ફેશન ફેસ્ટિવલ ભારતમાં ફેસ્ટિવ કેલેન્ડરનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ આપણા સમગ્ર ઇકોસિસ્ટમ સાથે જોડાયેલું છે. એક તરફ આ પ્રાદેશિક સેલર્સ અને નાના વ્યવસાયોને સશક્ત બનાવે છે, તો બીજી તરફ દેશના લાખો ગ્રાહકો સુધી સૌથી બહેતર ગ્લોબલ અને ભારતીય ફેશન તથા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ પહોંચાડે છે. મિન્ત્રામાં અમે તહેવારોના ઉત્સાહ સાથે અદ્યતન ટેકનોલોજીને જોડી રહ્યા છીએ. અમે અમારા એ.આઈ. ટૂલ્સ અને વ્યાપક ડિલિવરી નેટવર્કની મદદથી દેશના 80 મિલિયનથી વધુ શોપર્સ માટે ફેશનને એક્સેસિબલ, પર્સનલાઇઝ્ડ અને સુગમ બનાવી રહ્યા છીએ.