અગ્રણી ટેલિકોમ ઓપરેટર ટશના એન્ટરપ્રાઇઝ બિઝનેસ વિભાગ ટશ ઇીતશક્ષયતત એ આજે એલ્યુમિનિયમ અને કોપરના ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ઓડિશાના રાયગડા જિલ્લામાં આવેલી હિન્દાલ્કોની બાફ્લીમાલી બોક્સાઇટ ખાણમાં સમર્પિત પ્રાઇવેટ નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. બાફ્લીમાલી હિન્દાલ્કોની વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બોક્સાઇટ ખાણકામ કામગીરીમાંની એક છે અને તેની ઇન્ટિગ્રેટેડ એલ્યુમિનિયમ વેલ્યુ ચેઇન માટે ઉચ્ચ ગુણવત્તાવાળા બોક્સાઇટનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ નેટવર્કની સ્થાપના હિન્દાલ્કો માટે પ્રથમ પ્રાઇવેટ નેટવર્ક અમલીકરણ હશે અને તેના ડિજિટલ પરિવર્તન તથા ઇન્ડસ્ટ્રી 4.0ની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે. આ પહેલ હિન્દાલ્કોની કનેક્ટેડ, ઇન્ટેલિજન્ટ અને ફ્યુચર-રેડી ખાણો બનાવવાની દ્રષ્ટિ સાથે સુસંગત છે.
વિવિધ વર્ષોની આ મેનેજ્ડ સર્વિસ હેઠળ સ્પેક્ટ્રમ, કોર, રેડિયો એક્સેસ નેટવર્ક (આરએએન) અને સંચાલિત સેવાઓ સહિત સમગ્ર પ્રાઇવેટ નેટવર્ક વ્યવસ્થાનો સમાવેશ થશે. આ નેટવર્ક હિન્દાલ્કોની કનેક્ટેડ માઇનિંગ તરફની સફર માટે ડિજિટલ આધારસ્તંભ તરીકે કામ કરશે અને સમગ્ર ખાણ વિસ્તારમાં સુરક્ષિત તથા વિશ્વસનીય કનેક્ટિવિટી પૂરી પાડશે. ટશ ના પ્રાઇવેટ નેટવર્ક દ્વારા હિન્દાલ્કો કામદારોની સુરક્ષા, વાહન કાફલાનું સંચાલન, ડ્રોન અને સીસીટીવી આધારિત દેખરેખ, વાસ્તવિક સમયનું મોનિટરિંગ તથા કામગીરીની કાર્યક્ષમતા જેવા અનેક ડિજિટલ ઉપયોગો અમલમાં મૂકી શકશે. આ પરિવર્તનના મુખ્ય આધારસ્તંભોમાંનું એક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હશે, જે ખાણકામની કામગીરી પર સેન્ટ્રલાઇઝ્ડ વિઝિબિલિટી, ડેટા આધારિત નિર્ણય લેવાની ક્ષમતા અને નિયંત્રણ પૂરું પાડશે.