નિફ્ટીનો P/B ગુણોત્તર 2.8થી નીચે ગયો ત્યારે વળતર કેવું રહ્યું? ઓમ્નિસાયન્સ કેપિટલના અભ્યાસમાંથી મળતા મહત્ત્વપૂર્ણ સંકેતો

નિફ્ટીનો પ્રાઇસ-ટુ-બુક (ઙ/ઇ) ગુણોત્તર 2.8 ગણાથી નીચે જવાની ઐતિહાસિક ઘટનાઓનું વિશ્લેષણ બજારમાં તણાવના સમયગાળા દરમિયાન રોકાણના સંભવિત વળતર અંગે મહત્ત્વપૂર્ણ સંકેતો આપે છે. ઓમ્નિસાયન્સ કેપિટલના વિશ્લેષણ મુજબ, 1999થી અત્યાર સુધીનાં છેલ્લાં 27 વર્ષ દરમિયાન, વર્તમાન ઘટનાને બાકાત રાખીને, બજારમાં તણાવના આવા આઠ અલગ-અલગ સમયગાળાઓ ઓળખવામાં આવ્યા હતા, જેમાં નિફ્ટીનો ઙ/ઇ ગુણોત્તર 2.8 ગણાથી નીચે ગયો હતો અને ઓછામાં ઓછા 90 દિવસ સુધી તે સ્તરથી નીચે રહ્યો હતો.
આ આઠ સમયગાળાઓમાં કુલ દસ અલગ ઘટનાઓ નોંધાઈ હતી. બજારમાં તણાવના કેટલાક લાંબા સમયગાળામાં આ મર્યાદા એકથી વધુ વખત તૂટી હતી. આ દસ ઘટનાઓમાં ઙ/ઇ ગુણોત્તર પ્રથમ વખત 2.8 ગણાથી નીચે ગયો ત્યારથી નિફ્ટીએ ત્યારપછીની સ્થાનિક ઊંચી સપાટી હાંસલ કરી ત્યાં સુધી સરેરાશ 28.25%નો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (ઈઅૠછ) નોંધાવ્યો હતો. આ ઊંચી સપાટી સુધી પહોંચવામાં સરેરાશ 360 દિવસ લાગ્યા હતા અને સરેરાશ હોલ્ડિંગ-પિરિયડ વળતર 27.85% રહ્યું હતું. અલગ-અલગ ઘટનાઓમાં ઈઅૠછ 1.71%થી 75.14% સુધી રહ્યો હતો.
પ્રારંભિક ઘટાડાની તારીખથી ત્રણ અને પાંચ વર્ષનાં વળતરનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ દસ ઘટનાઓમાં સરેરાશ ત્રણ વર્ષનો ઈઅૠછ 15.91% અને પાંચ વર્ષનો ઈઅૠછ 16.02% રહ્યો હતો. તેની સરખામણીમાં, સમગ્ર અભ્યાસગાળાના રોલિંગ વળતરનો મધ્યક અનુક્રમે 11.98% અને 12.17% હતો.
મૂળભૂત પરિબળો અને મૂલ્યાંકનમાં સંભવિત વધારાના આધારે વળતરનો અંદાજ
ઓમ્નિસાયન્સ કેપિટલની વળતર-અંદાજ પદ્ધતિમાં અપેક્ષિત નફાવૃદ્ધિ, મૂલ્યાંકનમાં સંભવિત વધારો અને 1.30%ની મધ્યક ડિવિડન્ડ યીલ્ડને ધ્યાનમાં લેવામાં આવી છે. આ ધારણાઓ અનુસાર, ત્રણ વર્ષ માટે અંદાજિત વાર્ષિકીકૃત કુલ વળતર 21.0%થી 24.0% અને પાંચ વર્ષ માટે 17.1%થી 18.9% હોઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ