1 માર્ચથી દૂધ પણ 100 રૂપિયે લિટર?

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.26
હાલ દેશમાં સરકારે જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી કરી સામાન્ય નાગરિક પર ખૂબ મોટો બોજો નાખી દીધો છે.
હાલ ગેસના સિલિન્ડરમાં ફરી વધારો કરી 794 રૂપિયા કરી દીધો છે ત્યારબાદ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાને ચડ્યા છે. ત્યારે હવે દૂધના ભાવમાં પણ વધારો થશે.
જોકે દૂધમાં થતો વધારો સરકાર નહીં પણ ખેડૂતો જ કરશે તેઓનું કહેવું છે કે લોકો 100 રૂપિયાનું પેટ્રોલ લેવા તૈયાર છે તો 100 રૂપિયાનું દૂધ કેમ નહીં. આમ તેઓ સીધુ જ કહી રહ્યા છે કે લોકો સરકાર કરે છે તો યોગ્ય જ માને છે જ્યારે ખેડૂત કમાવવા જાય છે તો વિરોધ કરે છે.
કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા ખેડૂતોએ આ અંગે જાહેરાત કરી છે. મોદી સરકારને ભીડવવા માટે ભારતીય કિસાન યુનિયનના જિલ્લા વડા મલકિતસિંહે કહ્યું કે, 1 માર્ચથી ખેડૂતો દૂધના ભાવમાં વધારો કરવા જઈ રહ્યા છે.
આમ ખેડૂતોએ દૂધના ભાવ બમણા કરવાનો નિર્ણય લીધો છે. જોકે હાલ જે 50 રૂપિયા પ્રતિ લિટર દૂધ વેંચાઈ છે તે 100 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.
વધુમાં મલકતસિંહે કહ્યું કે, કેન્દ્ર સરકારે ડીઝલના ભાવમાં વધારો કરી ખેડૂતોને ઘેરવાના તમામ પ્રયત્નો કર્યા છે, પરંતુ સયુંકત કિસાન મોરચાએ દૂધના ભાવ તોડીને બમણા કરવાનો કડક નિર્ણય લીધો છે. જો સરકાર હાજી પણ સહમત નહીં થાય તો આગામી સમયમાં આંદોલન ચલાવીને શાકભાજીના ભાવોમાં વધારો કરીશુ. મલકત સિંહે એ પણ કહ્યું કે, જો જનતા 100 રૂપિયા લિટર પેટ્રોલ લઈ શકે તો 100 રૂપિયા લિટર દૂધ કેમ નહીં લઈ શકે. આ શરૂઆત થશે જ અને જો હજીપણ સરકાર કૃષિ કાયદા પાછા નહીં ખેંચે તો શાકભાજીના ભાવ આગામી સમયમાં બમણા થઈ જશે.
જોકે અગાઉ ખેડૂત નેતા રાકેશ ટીકેતે સરકારને પોતાના પાકને બાળી નાખવાની ચેતવણી આપી હતી જેથી ખેડૂતો પોતાના પાક ખેડવા લાગ્યા હતા પરંતુ ત્યારબાદ રાકેશ ટીકેતે ખેડૂતોને સમજાવ્યું કે પાકને બાળી નાંખવાનો અર્થ જાતે બાળવાનો નહોતો પણ પાકની દેખરેખ ન રાખવી એમ હતો. જો ખેડૂતો પોતાનો પાક ખેડી નાખશે તો સરકારને કોઈ નુકશાન નથી ઉલટાનું ખેડૂતોને જ નુકશાન થવાનું છે.
આમ રાકેશ ટીકેતે ખેડૂતોને સમજાવતા કહ્યું કે ખેડૂતો પાકનો નાશ કરવાને બદલે આંદોલન માં આવી બેસો, પાકને પોતાની રીતે પાકવા દો જેવો પાકે તેવો. આંદોલનમાં સહકાર આપશો જેવી જીત થશે એટલે પાક પાકે ત્યારે સાથીદારને ટેકો આપી શકાય.

રિલેટેડ ન્યૂઝ