અનિલ અંબાણીનો પુત્ર કહે ‘કોરોના’માં વેપાર રોકો ના

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.6
દેશના જાણીતા બિઝનેસમેન અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ મહારાષ્ટ્રમાં લાગેલા મિની લોકડાઉન સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, નેતાઓ રેલીઓ કરી રહ્યા છે અને એક્ટર શૂટિંગ કરી રહ્યા છે પરંતુ વેપાર માટે પ્રતિબંધ છે. અનમોલ અંબાણીએ કહ્યું,’આવશ્યકનો શું મતલબ છે? પ્રોફેશનલ એક્ટર્સ ફિલ્મોનું શૂટિંગ કરે છે, રાજકારણીઓ ભારે ભીડ સાથે રેલીઓ કરી રહ્યા છે. પરંતુ વેપાર અને કામને આવશ્યક શ્રેણીમાં રાખવામાં આવ્યું નથી.’ અનમોલ અંબાણી ધીરૂભાઇ અંબામી સમૂહની કંપનીઓ રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ કેપિટલમાં ડાયરેક્ટર છે.
અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ ટ્વીટ કરી કહ્યું,’અભિનેતાઓ, ક્રિકેટરો, રાજકારણીઓને કોઈ પણ અડચણ વિના તેમના કામ કરવાની છૂટ આપવામાં આવી રહી છે, પરંતુ ધંધા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.’ તેમણે કહ્યું,’પ્રોફેશનલ એક્ટર્સ તેમની ફિલ્મોનું શૂટિંગ ચાલુ રાખી શકે છે. પ્રોફેશનલ ક્રિકેટરો મોડી રાત સુધી રમી શકે છે. વ્યાવસાયિક રાજકારણીઓ મોટી સંખ્યામાં તેમની રેલીઓ કરી શકે છે. પરંતુ વેપાર આવશ્યક સેવાઓમાં આવતો નથી’
તેમણે કહ્યું,’દરેક વ્યક્તિનું પોતાનું કામ જરૂરી હોય છે, માટે કામના આધારે પ્રાથમિક યાદી બનાવવી ઠેક નથી. આવશ્યકનો શું મતલબ છે? દરેક વ્યક્તિનું કામ તેના પોતાના માટે આવશ્યક હોય છે.’

રિલેટેડ ન્યૂઝ