સીંગતેલ સહીતના ખાદ્યતેલો સ્થિર

એરંડા વાયદામાં તેજી-સોના- ચાંદીમાં ભાવ વધારો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.19
સપ્તાહના પ્રારંભે સીંગતેલના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નહોતો. સાઇડ તેલોના ભાવ પણ જળવાયેલા રહ્યા હતા. મગફળી બજારમાં મિલમાં લેવાલી નહી હોવાના કારણે બજાર બંધ રહ્યું હતું. ખાંડ બજારમાં આવકનો વધારો થયો હતો. જો કે ભાવમાં સ્થિરતા હતી. ચણા- બેસન બજારમાં કાચા માલની માંગ નહી હોવાના કારણે ટકેલુ વલણ હતું. એરંડા વાયદામાં તેજી જોવા મળી હતી. સુસ્તીવાળા માહોલ વચ્ચે રૂ-કપાસ બજાર મક્કમ હતું. વિદેશ નિતી પાછળ ભારતીય સોના- ચાંદી બજારમાં તેજી જણાતી હતી.
મગફળી
મગફળી બજારમાં ભાવ મનમોર જણાતા હતા. કોરોના મહામારીના કારણે બજાર બંધ હોય અને મિલોમાં પણ લેવાલી નહી હોવાના કારણે રાજકોટમાં વેંચવાલી જોવા મળી નહોતી. જયારે જુનાગઢમાં 2000 ગુણીની આવકે પિલાણ 25300, જી-10 નવા 27000, જી-20 નવા 27000 અને ટીજે 37ના ભાવ 26500 ઉપર નોંધાયા હતા. વેરાવળમાં મગફળી પીલાણ 24200-24300 મગફળી જાડી 27000 ભાવ હતા.
ખાદ્યતેલો
સપ્તાહના પ્રારંભે સીંગતેલ સહીતના ખાદ્યતેલોના ભાવ જળવાયેલા હતા. રાજકોટમાં 10-15 ટેન્કરના કામકાજે લુઝના ભાવ 1600 જયારે 10-15 ગાડીના કામકાજના વચ્ચે કપાસીયા વોશના ભાવ 1450 હતા. રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2650- 2690, 15 કિગ્રા લેબલ ટીન 2610- 2650, 15 લીટર નવા ટીન 2460- 2540, 15 લિટર લેબલ ટીન 2430- 2460 ભાવ હતા. સાઇડ તેલોમાં કપાસીયા 15 કિગ્રા નવા ટીન 2380/ 2420, 15 કિગ્રા જુના ટીન 2350- 2380, 15 લિટર નવા ટીન 2220, 15 લિટર નવા ટીન 2220- 2260, 15 લિટર જુના ટીન 2190- 2220, વનસ્પતી 1780- 1870, પામોલીન 2085- 2090, કોપરેલ 3240- 3270, દિવેલ 1750- 2180 અને સનફલાવરના ભાવ 2600- 2610 હતા.
સીંગખોળ રાજકોટમાં 44000 અને જુનાગઢમાં 42500 હતો.
ખાંડ
ખાંડ બજારમાં ખા ઘરાકી જોવા નહી મળતા ભાવ જળવાયેલા હતા. આવકમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. રાજકોટમાં આજે 200 ગુણીની આવક વધીને 1000 ગુણી આવક રહી હતી. આજના ભાવ જોઇએ તો ડી ગ્રેડના ભાવ 3520- 3600 અને સીગ્રેડના ભાવ 3620- 3700 ઉપર હતા.
ચણા બેસન
કાચા માલની બજારમાં ખાસ માંગ નહી હોવાના કારણે ચણા બેસન બજારમાં સ્થિર વલણ રહ્યું હતું. ઘરાકી નહી હોવાના કારણે વેપારીઓ નિરાશ જોવા મળ્યા હતા. રાજકોટમાં આજે ચણા 5100- 5200 બેસન 5000-5100 અને ચણા- દાળના ભાવ 7000- 7200 ભાવ હતા.
એરંડા
એરંડા વાયદામાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જયારે દીવેલમાં રૂ.15-25નો વધારો હતો. 400- 500 ટનના વેપાર વચ્ચે દીવેલના આજના ભાવ 1090- 1100 ઉપર ભાવ હતો.
એરંડા બજારમાં ગુજરાતમાં 15000 ગુણીની આવર વધીને આજે 125000 ગુણીની આવક જોવા મળી હતી. ભાવ 900-1015 હતા. સૌરાષ્ટ્રના યાર્ડો બંધ રહ્યા હતા. મુખ્ય પીઠામાં ભાવ જોઇએ તો રૂ.15 વધીને જગાણામાં શીપરની ખરીદી 1055 માં થઇ હતી. કડી 1045, કંડલા 1040-1045, માવજી હરી 1020-1025 અને ગીરનારના ભાવ 1020- 1025 ભાવ હતા.
રૂ કપાસ
સુસ્તીવાળા માહોલ વચ્ચે રૂ-કપાસ બજાર મક્કમ રહ્યું હતું. રાજકોટમાં રૂ-ગાંસડી 45500- 46200 અને કપાસીયા 750- 760 ઉપર ભાવ રહ્યા હતા.
કપાસ બજારમાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં આવક બંધ રહી હતી. ગુજરાતના યાર્ડમાં પણ 8000- 9000 ગાંસડીની આવક હતી. દેશમાં 17000- 18000 ગાંસડીની સામાન્ય આવક જોવા મળી હતી. સુરેન્દ્રનગર વાયદો 1307- 1308 ઉપર હતો.
કપાસીયા ખોળમાં પણ સ્થિર વલણ હતું. રાજકોટમાં 1450- 1650 અને કડીમાં 1620- 1630 હતા.
સોના ચાંદી
વિદેશી નિતી પાછળ ભારતીય સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ભાવમાં 800લ 1150 સુધીનો વધારો જણાતો હતો. રાજકોટમાં ચાંદીમાં 1150 વધતા પ્રતિ કિગ્રાએ ભાવ 70300 હતા. જયારે સોનામાં સ્ટાન્ડર્ડના ભાવમાં 850 વધતા આજના ભાવ 49150, 22 કેરેટના ભાવ 46500 હતા. બિસ્કીટના ભાવ 46500 હતા. બિસ્કીટના ભાવ 491500 ઉપર હતા.

રિલેટેડ ન્યૂઝ