સેન્સેક્સ ઓલટાઈમ હાઈ ૫૯ હજાર પોઈન્ટ ઉપર બંધ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મુંબઈ, તા.૧૬
ગુરુવારે શેરબજાર લાભ સાથે બંધ થયું હતું. બીએસઈ ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૧૭.૯૬ પોઈન્ટ અથવા ૦.૭૧ ટકા વધીને ૫૯,૧૪૭.૭૪ પર બંધ થયો. બીએસઈની સાથે એનએસઈમાં પણ નફો જોવા મળ્યો હતો. ગુરુવારે ટ્રેિંડગના અંતે એનએસઈ ઇન્ડેક્સ નિટી ૧૧૦.૦૫ પોઇન્ટ અથવા ૦.૬૩ ટકા વધીને ૧૭૬૨૯.૫૦ પોઇન્ટ પર બંધ થયો હતો.
ગુરુવારે શેરબજારોમાં ઘણી સારી ખરીદૃી જોવા મળી હતી. બીએસઈનો ૩૦ શેરોનો ઇન્ડેક્સ સેન્સેક્સ પ્રથમ વખત ૫૯,૦૦૦ ની સપાટીને સ્પર્શવામાં સફળ રહૃાો.
ગુરુવારે બપોરે ૨:૨૮ વાગ્યે સેન્સેક્સ ૩૭૧.૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯,૦૯૫ પોઈન્ટના સ્તર પર કારોબાર કરી રહૃાો હતો. સેન્સેક્સની સાથે નિટી પણ ૧૦૦.૭૦ પોઈન્ટ અથવા ૦.૫૭ ટકાના વધારા સાથે ૧૭,૬૨૦.૧૫ પોઈન્ટના સ્તર પર કારોબાર કરી રહૃાો હતો. નિટી પર, ઇન્ડસઇન્ડ બેંકનો શેર ૭.૪૫ ટકાના ઉછાળા સાથે સૌથી વધુ વેપાર કરી રહૃાો હતો અને આઇટીસીનો શેર ૭.૧૩ ટકા વધ્યો હતો. આ સિવાય એસબીઆઇ, બીપીસીએલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘણો ફાયદૃો જોવા મળ્યો હતો.
શરૂઆતના વેપારમાં સેન્સેક્સ પર આઈટીસી ના શેરમાં સૌથી વધુ ૪.૪૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય ઇન્ડસઇન્ડ બેક્ધ, કોટક મહિન્દ્રા બેક્ધ, એચયુએલ, પાવરગ્રીડ, નેસ્લે ઇન્ડિયા, બજાજ ઓટો, એચયુએલ, એસબીઆઇ, એમએન્ડએમ, નેસ્લે ઇન્ડિયા અને ટાટા સ્ટીલના શેરમાં પણ સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. આ કંપનીઓ સાથે, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટર્બો, મારુતિ, સન ફાર્મા, ડો. રેડ્ડીસ.
એનટીપીસીના શેરમાં ગુરુવારે પ્રારંભિક કારોબારમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એનટીપીસી ઉપરાંત ઇન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, ટાઇટન, ભારતી એરટેલ અને એચસીએલ ટેકના શેર લાલ નિશાન સાથે વેપાર કરી રહૃાા હતા.

રિલેટેડ ન્યૂઝ