સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ, તા.13
બજારમાં ખાસ ઘરાકી જોવા નહીં મળતા સિંગતેલના અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. મગફળી બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાંડ બજાર અને ચણા બેસન બજારમાં જળવાયેલું વલણ જોવા મળ્યો છે. એરંડા બજાર ટકેલું જણાતું હતું. તો રૂ કપાસ બજારમાં અંડર ટોન નરમ હતો. વિદેશ પાછળ ભારતીય સોના ચાંદી બજારમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે.
મગફળી
મગફળી બજારમાં ભાવમાં ઘટાડો છે. સરકારે ઇમ્પોર્ટ પર સેસ ડ્યુટી ઘટાડતા ભાવમાં ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.રાજકોટમાં મગફળી જાડીના ભાવ 1150 – 1160 અને મગફળી જીણીના ભાવ 1200 – 1210 ઉપર જોવા મળ્યા હતા. જયારે જૂનાગઢમાં 4,000 ગુણીની આવકે પીલાણ 22,300, જી 10 23,700, જી 20 24,000 અને ટી જે 37ના ભાવ 24,000 ઉપર નોંધાયા હતા.
ખાદ્યતેલો
સીંગતેલ અને કપાસિયા તેલમાં અનુક્રમે રૂ. 25 અને 30નો ઘટાડો હતો. રાજકોટમાં આજે 15 – 20 ટેન્કરના કામકાજ વચ્ચે લૂઝના ભાવમાં ઘટાડો થતા આજના ભાવ 1425 – 1450 જયારે 10 – 15 ગાડીના કામકાજે વોશના ભાવ 1350 – 1355 હતા.
રાજકોટમાં સીંગતેલમાં રૂ. 25નો ઘટાડો થતા 15 કિગ્રા નવા ટીન 2495 – 2545, 15 કિગ્રા લેબલ ટીન 2445 – 2495, 15 લીટર નવા ટીન 2225 – 2265 અને 15 લીટર લેબલ ટીન 2275 – 2395 ભાવ હતા. સાઈડતેલોમાં કપાસિયા તેલમાં રૂ. 30નો ઘટાડો થતા 15 કિગ્રા નવા ટીન 2365 – 2405, 15 કિગ્રા જુના ટીન 2315 – 2355, 15 લીટર નવા ટીન 2215 – 2245 અને 15 લીટર જુના ટીન 2185 – 2205 ભાવ હતા. વનસ્પતિ તેલ 1940 – 2000, પામોલીન 1965 – 1970, કોપરેલ 2840 – 2880, દિવેલ 2060 – 2080, કોર્ન 2100 – 2130, મસ્ટર્ડ ઓઇલ 2700 – 2730 અને સનફ્લાવર 2130 – 2170 ઉપર ભાવ જોવા મળ્યા હતા. સીન્ગખોળ રાજકોટમાં 37,000 અને જૂનાગઢમાં 38,000 ઉપર જોવા મળ્યો હતો.
ખાંડ
મહારાષ્ટ્ર પાછળ ગુજરાતમાં પણ ખાંડ બજાર સ્થિર હતું. આજે રાજકોટમાં 1000 ગુણી ખાંડની આવકે ડી ગ્રેડના ભાવ 3810 – 3860, અને સી ગ્રેડના ભાવ 3910 – 3960 ઉપર હતા.
ચણા – બેસન
ચણા બેસન બજારમાં ગઈ કાલે ભાવ ધટાડો થયા બાદ આજે ભાવમાં કોઈ ફેરફાર નહોતો. આજે રાજકોટમાં ચણા 5100 – 5300, બેસન 5100 – 5200 અને ચણા દાળના ભાવ 6400 – 6600 ઉપર નોંધાયા હતા.
એરંડા :
એરંડા બજારમાં વેન્ચવાલી ખાસ નહિ હોવાથી સ્થિરતા જોવા મળી છે. દિવેલના ભાવ 1225 -1226 ઉપર હતા.
એરંડા બજારમાં ગુજરાતમાં આજે 15,000 – 17,000 ગુણીની આવકે ભાવ 1200 – 1210 હતા. સૌરાષ્ટ્રમાં આજે 1000 – 1100 ગુણીની આવક વચ્ચે 1160 – 1196 ભાવ હતા. મુખ્ય પીઠામાં જગાણા 1242, કડી 1235 -1240, કંડલા 1235, માવજીહરી 1230 – 1235 અને ગિરનારના ભાવ 1220 – 1225 હતા.
રૂ – કપાસ
રૂ કપાસ બજારમાં અંડર ટોન નરમ જણાતો હતો. રૂ, કપસીયા, કપાસ સહિતના ભાવમાં ઘટાડો હતો. આજે રાજકોટમાં રૂ ગાંસડી નવમા 56,000 – 60,000, કપાસિયા 650 – 750, માણાવદરમાં 58,000 – 61,000 તેમજ કપાસિયા 800 – 850 ઉપર ભાવ રહ્યા હતા.
કપાસ બજારમાં આજે દેશમાં 82,000 ગાંસડીની આવક રહી હતી. જયારે ગુજરાતમાં 18000 ગાંસડીની આવક નોંધાઈ હતી. સૌરાષ્ટ્રમાં 1,50,000 મણની આવક હતી, જેના સરેરાશ ભાવ 1100 – 1650 હતા. રાજકોટમાં 19000 મણની આવક નોંધાઈ હતી. સુરેન્દ્રનગર વાયદો 1665 ઉપર હતો.
કપાસિયા ખોળ કડીમાં 1720 – 1730 અને માણાવદરમાં 1680 હતા. રાજકોટમાં 1400 -2100 ભાવ હતો
સોના ચાંદી
વિદેશીનીતિ પાછળ ભારતીય સોના ચાંદી બજારમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં આજે ચાંદી પ્રતિ કિગ્રાએ ભાવ 64,000 હતા. જયારે સોનામાં સ્ટાન્ડર્ડ 49,000 અને 22 કેરેટના ભાવ 46,800 નોંધાયા હતા. આજે બિસ્કિટના ભાવ 4,90,000 ઉપર જોવા મળ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ