એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે એક વર્ષથી ઓછા સમયમાં 100મું એલપીજી રેક લોડ કર્યું

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ દેશના થોડા પોર્ટ પૈકીનું એક છે, જે પોર્ટની અંદર એલપીજી રેક સાઇડિંગ ધરાવે છે, જે સંપૂર્ણ ટ્રેનને સમાવી શકે છે


પીપાવાવ, તા.13
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે એજીસ લોજિસ્ટિક્સ લિમિટેડ સાથે સંયુક્તપણે સ્થાપિત એલપીજી રેક સંચાલન સુવિધા દ્વારા કામગીરીના 10 મહિનાની અંદર 100મા એલપીજી રેકનું લોડિંગ કરવાનું નવું સીમાચિહ્ન સર કર્યું છે. જાન્યુઆરી, 2021માં રેક સંચાલન ક્ષમતા શરૂ થયા પછી અત્યાર સુધી પોર્ટે એલપીજીના સલામત અને ઝડપથી ખાલી કરવા પ્રતિબદ્ધ ડીએફસીનું પાલન કરતી રેલવે લાઇન પ્રદાન કરી છે.
આ નોંધપાત્ર બાબત છે કે, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ભારતમાં થોડા પોર્ટ પૈકીનું એક છે, જે પોર્ટની અંદર એલપીજી રેટલ સાઇડિંગ ધરાવે છે, જે માર્ગ પર 66 ગેસ ટેંકર્સને સમકક્ષ અંદાજે 1200 એમટી એલપીજી કાર્ગોનું વહન કરતા સંપૂર્ણ રેકના પ્લેસમેન્ટને સમાવી શકે છે.
એલપીજીની મુખ્ય આયાતકાર કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ છે.
આ સીમાચિહ્નરૂપ સફળતા પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી શ્રી યાકબ સોરેન્સને કહ્યું હતું કે, અમારા ગ્રાહકોને આ જોડાણ સ્વરૂપે સેવા આપવાનો અમારો પ્રયાસ છે. આટલા ટૂંકા ગાળામાં એકસોમું એલપીજી રેક ખાલી કરવું અમારી કાર્યદક્ષતાનો પુરાવો છે. ટેકનોલોજીમાં પ્રગતિ ઓટોમેટિક રેક સંચાલનને સક્ષમ બનાવે છે, જેથી માનવીય હસ્તક્ષેપમાં ઘટાડો થાય છે અને કાર્ગો ટર્નએરાઉન્ટ ટાઇમમાં ઘટાડો થાય છે. એલપીજીની ઊંચી માગ સાથે અમારું માનવું છે કે, રેલ રુટ મારફતે એલપીજીનું સૌથી ઝડપી ખાલી થવું એલપીજીની આયાત કરતી કંપનીઓ માટે ઝડપી અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પ્રદાન કરશે.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ વિશે
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ ક્ધટેઇનર્સ, રો/રો (પેસેન્જર કાર), લિક્વિડ બલ્ક અને ડ્રાઈ બલ્ક કાર્ગો માટે ભારતનાં અગ્રણી ગેટવે પોર્ટમાંનું એક છે, જે ભારતનાં અંતરિયાળ વિસ્તાર અને ઉત્તરપશ્ચિમ વિસ્તારોને રોડ અને રેલ નેટવર્ક સાથે ગુજરાતનાં ગ્રાહકોને સેવા આપે છે. પોર્ટની હાલની વાર્ષિક કાર્ગો સંચાલન ક્ષમતામાં 1.35 મિલિયન ઝઊઞ ક્ધટેઇનર્સ, 250,000 પેસેન્જર કાર, 2 મિલિયન મેટ્રિક ટન લિક્વિડ બલ્ક અને 4 મિલિયન મેટ્રિક ટન ડ્રાઈ બલ્ક સામેલ છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ભારતનું પ્રથમ સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) પોર્ટ છે અને એપીએમ ટર્મિનલ્સનાં આંતરરાષ્ટ્રીય ટર્મિનલ નેટવર્કનો ભાગ છે.

રિલેટેડ ન્યૂઝ