કપાસીયા તેલમાં રૂા. 10નો વધારો ; સીંગતેલ સ્થિર

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ, તા.19
સિંગતેલના બ્રાન્ડવાળાની લેવાલી નહિ નીકળતા ભાવમાં સતત જળવાયેલું વલણ જોવા મળ્યું હતું. જ્યારે સાઇડતેલોની વાત કરીએ તો કપાસિયા તેલમાં રૂ.10 નો વધારો થયો છે. મગફળી બજાર મનમોર જણાતું હતું. ખાંડ બજારમાં આવક અને ભાવમાં કોઇ ફેરફાર જણાતો નહોતો. એરંડા બજારમાં આજે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. રૂ કપાસ બજારમા અનેક યાર્ડ બંધ હતા. જો કે વાયદકીય રીતે ભાવ મક્કમ જણાતાં હતા. સોના ચાંદીના ભાવમાં સ્થિરતા હતી.
મગફળી
મગફળી બજારમાં ટકેલું વલણ જોવા મળ્યું છે. જૂનાગઢમાં 10,000 ગુણીની આવકે પીલાણ 21,900, જી 10 24,300, જી 20 24,300 અને ટી જે 37ના ભાવ 26,000 ઉપર નોંધાયા હતા.
ખાદ્યતેલો
સીંગતેલમાં ઘરાકી નહિ નીકળતા ભાવ જળવાયેલા હતા. સાઇડ તેલોમાં કપાસિયા તેલના ભાવમાં રૂ. 10નો વધારો હતો. રાજકોટમાં આજે લૂઝના ભાવ 1350 ઉપર હતા કામકાજ 50 – 60 ટેન્કર હતું અને વોશના ભાવ 1225 – 1230 ઉપર રહ્યા હતા. જ્યારે કામકાજ 20 – 25 ગાડીનું હતું.
રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2350 – 2400, 15 કિગ્રા લેબલ ટીન 2300 – 2350, 15 લીટર નવા ટીન 2080 – 2120 અને 15 લીટર લેબલ ટીન 2130- 2175 ભાવ હતા. સાઈડતેલોમાં કપાસિયા તેલમાં રૂ. 10 વધતા 15 કિગ્રા નવા ટીન 2165 – 2195, 15 કિગ્રા જુના ટીન 2115 – 2145, 15 લીટર નવા ટીન 2005 – 2035 અને 15 લીટર જુના ટીન 1955 – 1985 ભાવ હતા. વનસ્પતિ તેલ 1940 – 2000, પામોલીન 1950 – 1955, કોપરેલ 2810 – 2860, દિવેલ 2190 – 2210, કોર્ન 2010 – 2040, મસ્ટર્ડ ઓઇલ 2710 – 2740 અને સનફ્લાવર 2030 – 2060 ઉપર હતા.
સિંગખોળમાં ભાવ ઘટતા જૂનાગઢમા 38,000 અને રાજકોટમાં 37,500 – 38,000 ઉપર હતો.
ખાંડ
ખાંડ બજારમાં આવકની સાથે સાથે ભાવમાં સ્થિરતા હતી. રાજકોટમાં 1500 ગુણી ખાંડની આવકે ડી ગ્રેડના ભાવ 3780 – 3860, અને સી ગ્રેડના ભાવ 3980 – 4050 ઉપર નોંધાયા હતા.
એરંડા :
એરંડા બજારમાં જળવાયેલું વલણ હતું. આજે ગુરુનાનક જયંતિ નિમિતે અનેક યાર્ડમાં આવકો બંધ રહી હતી. જો કે દિવેલના ભાવ 1308 – 1310 ઉપર હતા.
એરંડા બજારમાં સૌરાષ્ટ્રમાં 600 ગુણીની આવક વચ્ચે સરેરાશ ભાવ 1240 – 1262 ઉપર હતા. મુખ્ય પીઠામાં જગાણા 1310, કડી 1305, કંડલા 1300, માવજીહરી 1300 – 1305 અને ગિરનાર 1300 – 1305 ઉપર હતા.
રૂ – કપાસ
રૂ કપાસ બજાર બંધ હતું જો કે વાયદકીય રીતે ટકેલું હતું. રાજકોટમાં રૂ ગાંસડી 64,000 – 65,000 અને કપાસિયા 610 – 630 ઉપર હતા.
કપાસ બજારમાં દેશમાં 1,38,000 – 1,40,000 ગાંસડી, ગુજરાતમાં 30,000 ગાંસડીની આવક અને સૌરાષ્ટ્રમાં 1,75,000 – 2,70,000 મણની આવક વચ્ચે સરેરાશ ભાવ 1300 – 1675 ઉપર હતા. રાજકોટમાં આજે 12,000 – 13,000 મણની આવક હતી.
કપાસિયા ખોળ કડીમાં 1320 – 1340 અને રાજકોટમાં 1100 – 1350 હતો.
સોના ચાંદી
ભારતીય સોના ચાંદી બજાર આજે સ્થિર જોવા મળ્યું હતું.રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાએ ભાવ 66,800 હતા. જયારે સોનામાં સ્ટાન્ડર્ડ 50,850 અને 22 કેરેટના ભાવ 48,000 નોંધાયા હતા. આજે બિસ્કિટના ભાવ 5,08,500 ઉપર હતા.

રિલેટેડ ન્યૂઝ