સમગ્ર દૃેશમાં હડકંપ મચાવનાર હાથરસ કાંડન્ો લઇ જ્યારે લોકોના ટોળા માર્ગો પર ઉર્તયા હતા ત્યારે ત્ો ઘટના ન્યાયની માંગ સાથે જોડાયેલી સહજ પ્રતિક્રિયા છે ત્ોમ માનવામાં આવતું હતું. પરંતુ આ ભીડથી હવે બ્ો પાસા ઉજાગર થયા છે પ્રથમ આ બાબત છે કે, દૃુષ્કર્મ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ રમવામાં આવી રહૃાું છે બીજુ આ છે કે, આ મુદ્દાન્ો ઊંચ-નીચની લડાઇ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે.
જાતી-ધર્મના આધારે ટોળાઓની સાથે અન્ો ત્ોમના સમર્થનમાં ઉભા રહેવાની ખતરનાક પ્રવૃત્તિ કઠુઆ કાંડમાં જોવા મળી હતી. હાથરસમાં બ્ોનર લઇન્ો ઉભેલા ટોળા નારી જગતનું નહીં. પરંતુ સભ્યતાનું પણ અપમાન કરી રહૃાા છે. ગુન્ોગારોની કોઇ જાતિ હોતી નથી. ગુન્ોગારોનો કોઇ ધર્મ હોતો નથી. અન્ો ત્ોમની પાસ્ો કોઇ સચોટ વિચારધારા પણ હોતી નથી. આ પ્રકારના જઘન્ય ગુનાઓ જાણી જોઇન્ો કરવામાં આવ્યા નથી.
દૃુષ્કર્મ મામલા માત્ર ઉત્તર પ્રદૃેશમાં નહીં, સમગ્ર દૃેશમાં વધી રહૃાા છે ન્ોશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા મુજબ ગત વર્ષ રાજસ્થાનમાં દૃુષ્કર્મના સૌથી વધુ ગુના જેની સંખ્યા ૫૯૯૭ છે ત્ો નોંધાયા હતા. જ્યારે ઉત્તર પ્રદૃેશ ૩૦૬૫ મામલા સાથે બીજા ક્રમે હતું. આ યાદૃીમાં મધ્ય પ્રદૃેશ, મહારાષ્ટ્ર તથા કેરળનો પણ સમાવેશ થાય છે. દૃુષ્કર્મનો મામલો રાષ્ટ્રીય િંચતાનો વિષય હોવો જોઇએ. આ બાબતન્ો રાજકારણ સાથે જોડવાથી કશું પ્રાપ્ત થશે નહીં.
ઉત્તર પ્રદૃેશ સરકાર હાથરસની ઘટનાની એસ.આઇ.ટી. દ્વારા તપાસ કરાવી રહી છે, આ ઘટનાની તપાસ શરૂ થતા પહેલા હાથરસ જિલ્લાની પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓએ ગભરાટમાં આવીન્ો જે કાંઇ કર્યુ (જેમાં પીડીતાન્ો મધ્યરાત્રે અગ્નિદૃાહ આપવામાં આવ્યો હતો) ત્ો ઘટના માવતાન્ો શરમજનક સ્થિતિમાં મૂકવાથી કાંઇકમ નથી અન્ો આ બાબત વહીવટી તંત્રની નિષ્ફળતા છે ત્ો રીત્ો સ્પષ્ટ થાય છે.
હાથરસનું તંત્ર આ દૃલીલ આપીન્ો લૂલો બચાવ કરી રહૃાું છે કે, પીડિતા સાથે સામુહિક દૃુષ્કર્મ થયું ન હતું. ત્ોના માટે ફોરન્સીક રિપોર્ટનો સહારો લેવામાં આવી રહૃાો છે જ્યારે સુપ્રિમ કોર્ટે વર્ષ ૨૦૦૮માં કડક શબ્દૃોમાં કહૃાું હતું કે, દૃુષ્કર્મ મામલામાં આ નિયમ અંતર્ગત કાર્યવાહીનો ઇન્કાર કરવો કે આ ઘટનાની પુષ્ટિ માટે કોઇ પ્ાૂરાવા નથી ત્ો વાત જખ્મ પર મીઠું છાટવા જેવી છે, હાથરસના તંત્રએ શરૂઆતથી આ મામલાન્ો સંભાળી લેવાની ઇચ્છા દૃર્શાવી હોત તો કદૃાચ આ મામલો વધુ ગુચવાડા ભર્યો ન બતાવી શકાય.
એક મોટી વિડંબના આ પણ છે કે, દૃલિત ચેતના તથા નારી શક્તિનો જય જયકાર કરવા વાળા આપણા સમાજના લોકો હાથરસ જેવો કાંડ થયા પછી અચાનક બદૃલાઇ જાય છે. સમાજમાં સમરસતાની ભાવના આઝાદૃીના સાત દૃાયકા પછી પણ આવી નથી જેની કલ્પના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરી હતી. જો સમાજ નારી શક્તિના ઉત્સવનો ઉદૃય મનાવતો હોય તો હાથરસ જેવા મામલામાં ત્ોન્ો નારી સન્માન પ્રત્યે સહકાર આપવો જોઇએ આવી ઘટનાઓ ન જાતિ, ધર્મ, સામાજીક તથા આર્થિક હેસિયતની સ્થિતિ સાથે જોવી ન જોઇએ.
દિૃલ્હીની નિર્ભયા કાંડથી ખરડાયેલી દૃુષ્કર્મના ગુનાની તવારીખ પર વર્ષ ૨૦૧૨માં ૨૩૯૨૩ ઘટનાઓ નોંધાઇ હતી. વર્ષ ૨૦૧૩માં આ સરવાળો વધીન્ો ૩૩૭૦૭ થયો હતો. જે વર્ષ ૨૦૧૬માં ૩૮૯૪૭ન્ો આંબીન્ો વર્ષ ૨૦૧૯માં પ્રમાણમાં ઘટ્યો હતો છતાં ૩૨૦૩૩ પર સમેટાયો હતો જે દૃેશમાં પ્રતિદિૃન ૮૮ દૃુષ્કર્મી ઘટના થતી હોવાનું પ્રસ્થાપિત કરે છે.
પશ્ર્ચિમના દૃેશોની સરખામણીમાં દૃુષ્કર્મની ટકાવારી જોવામાં આવે તો ભારતની સત્તાવાર ટકાવારી નહીવત દૃેખાય છે. પ્રતિ એક લાખની વસ્તીએ નીકળતી આ ટકાવારીમાં પશ્ર્ચિમના દૃેશો ભારતથી ઘણા આગળ છે, જ્યાં સહિયતનો કાયદૃો અમલમાં છે ત્ોવા મુસ્લિમ રાષ્ટ્રો પણ આ ટકાવારીમાં આગળ છે. વૈશ્ર્વિક દ્રષ્ટિએ ભારતમાં ભલે ટકાવારી ઓછી હોય પરંતુ દૃરેક ૧૬ મીનીટે એક સ્ત્રી દૃુષ્કર્મનો ભોગ બન્ો છે અન્ો દૃરેક ચાર મીનીટે કોઇ સ્ત્રી કોઇન્ો કોઇ પ્રકારની ક્રૂરતાનો સામનો કરે છે.
દૃુષ્કર્મ જેવી ઘટના જ્યારે જ્ઞાતિ કોમમાં વહેંચાય છે ત્યારે માનવીય સભ્યતા દૃુષ્કર્મનો ભોગ બનનાર જ્ઞાતિ કે કોમ વિરોધની તીવ્રતાનો માપદૃંડ ન બન્ો ત્ો આજની દૃારૂણ સામાજિક ગરીબીથી વિશેષ કાંઇ નથી. દૃુષ્કર્મ જેની પર થાય ત્ો માત્ાૃશક્તિ અન્ો દૃુષ્કર્મ કરે ત્ો નરાધમ આટલી વ્યાખ્યા હોવી જોઇએ.