પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને હાલમાં જ શાહરુખ ખાન સ્ટાર ફિલ્મ ‘પઠાન’ની પ્રસંશા કરી હતી. આ બાદ માહિરા ખાનના આ નિવેદન ઉપર પાકિસ્તાનના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો, જે બાદ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી. પાકિસ્તાની લોકોએ કહ્યું હતું કે, માહિરા પૈસા માટે બોલિવૂડ કલાકારોની ખુશામત કરે છે.
માહિરા પર ભડક્યા પાકિસ્તાની સાંસદ
તાજેતરમાં માહિરા ખાને આર્ટસ કાઉન્સિલ ઓફ પાકિસ્તાનમાં શાહરૂખ ખાન અને તેની તાજેતરમાં રિલીઝ થયેલી પઠાન વિશે વાત કરી હતી. જોકે, માહિરાનું આ નિવેદન પાકિસ્તાનના સાંસદ ડૉ.અફનાન ઉલ્લાહ ખાનને પસંદ આવ્યું નથી. આ જ કારણ હતું કે તેણે માહિરાને પાગલ કહી દીધી અને તેના પર જોરદાર પ્રહારો કર્યા હતાં.
માહિરા અને અનવર બેશરમ છે : અફનાન
ડૉ. અફનાન ઉલ્લાહે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘માહિરા ખાનને માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી અને અનવર મકસૂદ આ દિવસોમાં નશામાં છે. આ બેશરમ લોકોથી જનતા નારાજ છે. માહિરા ખાનના પાત્ર પર પુસ્તકો લખી શકાય છે, તે પૈસા માટે ભારતીય કલાકારોની ખુશામત કરે છે.
માહિરાએ શેર કર્યો ફિલ્મ ‘રઈસ’નો અનુભવ
હાલમાં જ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં માહિરા અનવર મકસૂદ સાથે તેના બોલિવૂડ અનુભવ પર વાત કરતી જોવા મળી રહી છે. અનવર માહિરાને પૂછે છે કે શાહરૂખ અને તમારા વચ્ચે નાક સિવાય શું સામાન્ય છે? આ સવાલ પર માહિરાએ જવાબ આપ્યો હતો કે, ‘શાહરુખ મારા સમયનો હીરો હતો અને હું તેને હંમેશા પ્રેમ કરતી હતી. તેની સાથે કામ કરવું મારા માટે સપના જેવું હતું. આખરે મને આ તક મળી અને તે બહુ જ અદભુત હતી.
અમેં બંને અમારા કામને બહુ જ પ્રેમ કરીએ છીએ- માહિરા
ફિલ્મ ‘રઈસ’ની વાતને યાદ કરતાં માહિરાએ જણાવ્યું હતું કે, ‘એકવાર શાહરૂખ ખાન અને હું એક સીન કરી રહ્યા હતા અને તેણે કહ્યું કે જુઓ-જુઓ આ નાકની લડાઈ છે’. ‘મને લાગે છે કે શાહરૂખ અને મારામાં ઘણું સામ્ય છે કે અમે બંને અમારા કામને ખૂબ પસંદ કરીએ છીએ. અમે ફક્ત તે નથી વિચારતા કે અમારું કામ પરફેક્ટ હોટ પરંતુ અમે આખી ટીમને સાથે લઈને કામ કરીએ છીએ તે સ્પોટબોયથી લઈને લાઇટમેન સુધીના દરેક સાથે વાતચીત કરતા હતા અને ખાસ બનાવતા હતા.