‘બડે મિયા છોટે મિયા’ સેટ પર ઘાયલ થયા અક્ષય:સ્કોટલેન્ડમાં ચાલી રહ્યુ છે ફિલ્મનું શૂટિંગ, ચાહકોએ કહ્યું – ‘ગેટ વેલ સૂન અક્કી’

અક્ષય કુમાર સ્કોટલેન્ડમાં ટાઈગર શ્રોફની સાથે ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શૂટિંગ દરમિયાન અક્ષય સેટ પર ઘાયલ થઈ ગયા હતા. જો કે, અક્ષયને વધુ પડતી ઈજા નથી આવી અને આ ઘટના પછી તેઓ એક બ્રેક લઈને ફરી પાછા શૂટિંગ કરવા લાગ્યા. અક્ષય કુમારને ઘૂંટણ પર ઈજા આવી હતી અને હાલ અક્ષય ની બ્રેસ પહેરીને શૂટિંગ કરી રહ્યા છે.

ચાહકો બોલ્યા – ‘ગેટ વેલ સૂન અક્કી’
સોશિયલ મીડિયા પર અક્ષયની શૂટિંગ સેટ પર ઘાયલ થયાની વાત વાઈરલ થતા ચાહકોએ ‘ગેટ વેલ સૂન અક્કી’ લખીને અક્ષય જલ્દી જ ઠીક થઈ જાય અને તે આ ઈજામાંથી રિકવર થઈ જાય તેવી વિશ કરી રહ્યા છે.

હાલ ટીમે અક્ષય કુમારનાં એક્શન સીકવન્સને પોસ્ટપોન કરી દીધા છે પરંતુ, સ્કોટલેન્ડમાં શૂટિંગ શેડ્યુલ પૂરુ કરવા માટે ક્લોઝ-અપ અને બાકીનાં સીક્વન્સ શૂટ કરવામાં આવી રહ્યા છે.

પહેલીવાર એકસાથે સ્ક્રિન શેર કરી રહ્યા છે અક્ષય અને ટાઈગર શ્રોફ
ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’માં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની સાથે સોનાક્ષી સિન્હા પણ નજરે પડશે. અલી અબ્બાસ ઝફર આ ફિલ્મનાં ડાયરેક્ટર છે. વાશુ ભગનાની, દિપશિખા દેશમુખ અને હિંમાશુ કિશન મેહરા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મો
છેલ્લી વાર અક્ષય કુમાર ફિલ્મ ‘સેલ્ફી’માં નજરે પડ્યા હતા. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘ડ્રાઈવિંગ લાયસન્સ’ની રિમેક હતી. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, નૂસરત ભરુચા અને ડાયના પેન્ટી પણ કામ કરતા નજરે પડ્યા હતા. આ વર્ષે અક્ષય ‘OMG’, ‘વીર દૌડ લે સાત’, ‘કેપ્સૂલ ગિલ’, ‘હેરા ફેરી-3’ અને ‘જોલી એલએલબી-3’ જેવી ફિલ્મોમાં નજરે પડશે.

રિલેટેડ ન્યૂઝ