ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા’માં વિંગ કમાન્ડર બનીને છવાયો અજય દેવગણ!

નવી દિલ્હી: હાલમાં લાંબા સમયથી અજય દેવગણનો મરાઠા યોદ્ધાવાળો તેમના ફેન્સના દિલો દિમાગ પર છવાયેલો છે, પરંતુ તો બીજી તરફ હવે ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર (‘ ના રિલીઝ પહેલાં તેમનો એક નવો અંદાજ ચર્ચામાં છવાઇ ગયો છે. જી હાં! નવા વર્ષે અજય દેવગણ )ના ફેન્સને મોટી સરપ્રાઇઝ મળી છે. તેમની આગામી ફિલ્મ ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા’ નો FIRST LOOK (ફર્સ્ટ લુક) રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

ગત વર્ષે જ અજય દેવગણની આ આગામી ફિલ્મ ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા’ ચર્ચામાં છે. આ ફિલ્મ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે અને અજય દેવગણ તેમાં ઇન્ડીયન એરફોર્સના વિંગ કમાન્ડર કાર્ણિકનું પાત્ર ભજવી રહ્યા છે. જુઓ અજય દેવગણનો આ વિંગ કમાન્ડરવાળો અંદાજ…

આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક દુધાઇયાએ સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મમાંથી અજયના આ FIRST LOOK ને શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં તેમણે લખ્યું, ‘મારી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા’થી સ્ક્વોડ્રન લીડર વિજય કાર્ણિકના રૂપમાં અજય દેવગણૅ સરનો ફર્સ્ટ લુક શેર કરવો મારી ખુશનસીબી છે.

રિલેટેડ ન્યૂઝ