અમદાવાદ : 80ના દાયકાની ફેમસ ગાયિકા અનુરાધા પૌંડવાલા હાલ ચર્ચામાં આવ્યા છે. કોઈ ગીતને લઈને નહિ, પરંતુ એક મહિલાને કારણે…. જે કહી રહી છે કે તે તેમની દીકરી છે. તિરુવનંતપુરમ (કેરળ)ની રહેનારી 45 વર્ષની કરમાલા મોડેક્સે સિંગર અનુરાધા પૌંડવાલાને પોતાની માતા બતાવી છે. કરમાલાએ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કરીને અનુરાધા પાસેથી 50 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું છે.
આ મામલા પર અનુરાધા પૌંડવાલ તરફથી પ્રતિક્રીયા આવી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના વાહિયાત સ્ટેટમેન્ટનો જવાબ હું આપવા નથી માંગતી. તે મારી મર્યાદાની વિરુદ્ધ છે. સાથે જ અનુરાધાના પ્રવક્તાનું કહેવુ છે કે, આ મહિલા સાયકો છે. 1974માં તેમની દીકરી કવિતાનો જન્મ થયો હતો. આવામાં કરમાલા ક્યાંથી આવી. અનુરાધાના પતિનો ઉલ્લેખ કરનાર આ યુવતીને એમ પણ ખબર નથી કે, અનુરાધાના પતિ આ દુનિયામાં નથી. જો તે અનુરાધાની દીકરી છે, તો તેણે અનુરાધાને રૂપિયા આપવા જોઈએ, તેના બદલે તો તેણે જ 50 કરોડની માંગ કરી છે.
