Jai Hind

મૌની રોય બાદૃ હવે બંગાળી અભિનેત્રી સાથે જાહેરમાં દૃુર્વ્યવહાર કરાયો

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવી

મીમીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેણે આયોજકોની ગેરવર્તણૂક અને જાહેર ઉત્પીડન સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દૃીધી છે

જાહેરમાં અભિનેત્રીઓ સાથે સામાન્ય લોકો દૃુર્વ્યવહાર કરે છે, જેનું પ્રમાણ વધી રહૃાું છે. જાણીતી અભિનેત્રી મૌની રોય બાદૃ હવે બંગાળી અભિનેત્રી અને ભૂતપૂર્વ સાંસદૃ મીમી ચક્રવર્તી લાઈવ પર્ફોર્મન્સ દૃરમિયાન હેરાનગતિ અને દૃુર્વ્યવહારનો ભોગ બની હતી. પશ્ર્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બાણગાંવમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્ટેજ પર જ અભિનેત્રીનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા. આ બનાવ મુદ્દે હવે અભિનેત્રીએ એફઆઈઆર પણ નોંધાવી છે.મૌની રોયે હરિયાણામાં પોતાની સાથે થયેલી છેડતીનો ખુલાસો કર્યા હતો. આ ઘટના ઘટ્યાના ગણતરીના દિૃવસોમાં જ બંગાળી સિનેમાની ટોચની અભિનેત્રી મીમી ચક્રવર્તી સાથે પણ આવો જ કિસ્સો બન્યો હતો. જેને લઈને મીમી ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી છે.પશ્ર્ચિમ બંગાળના બાણગાંવમાં આયોજિત એક કાર્યક્રમ દૃરમિયાન મીમી ચક્રવર્તી સ્ટેજ પર પર્ફોર્મ કરી રહી હતી. ત્યારે તેને અચાનક શો અધવચ્ચે છોડી દૃેવા માટે મજબૂર કરવામાં આવી હતી. મીમીના જણાવ્યા મુજબ, તેને સ્ટેજ પર અપમાનિત કરવામાં આવી હતી અને તેના પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા હતા. હું અન્ય કલાકારોનું પર્ફોર્મન્સ પૂરું થાય ત્યાં સુધી ૨૦ મિનિટ મારી કારમાં રાહ જોઈને બેસી રહી હતી, તેમ છતાં મારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મીમી ચક્રવર્તીને ફેન્સ તરફથી સરાકાત્મક પ્રતિભાવ મળી રહૃાો છે. ફેન્સના સપોર્ટ બદૃલ મીમી ચક્રવર્તીએ ફેન્સનો આભાર માન્યો છે. મીમી ચક્રવર્તીએ લખ્યું કે, મહિલા કલાકારો પાસેથી હંમેશા સમાધાન કરવાની અને મૌન રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. જો અમે બોલીએ તો અમને ‘મુશ્કેલ ગણવામાં આવે છે. પરંતુ જો આપણે સીમાઓ નક્કી નહીં કરીએ, તો આવું વર્તન બીજા કલાકારો સાથે પણ થતું રહેશે.મીમીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેણે આયોજકોની ગેરવર્તણૂક અને જાહેર ઉત્પીડન સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દૃીધી છે. ઇવેન્ટ આયોજક સામે હ્લૈંઇ નોંધાવવામાં આવી છે. મીમી ચક્રવર્તીએ સ્પષ્ટ કર્યું કે, આ કાર્યવાહી કોઈ બદૃલો લેવા માટે નથી, પરંતુ જવાબદૃારી નક્કી કરવા માટે છે. જેથી ભવિષ્યમાં કોઈ કલાકારની ગરિમાને ઠેસ ન પહોંચે.