Jai Hind

E4Uએન્ટરટેઈનમેન્ટની ઘોષણા : ગુજરાતી સિનેમામાં ફેમિલી એન્ટરટેઈનમેન્ટ અને નવી પ્રતિભાઓને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ

E4U એન્ટરટેઈનમેન્ટ આગામી સમયમાં લાવશે મેગા ગુજરાતી ફિલ્મો, નવા કલાકારોને પણ મળશે તક

ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે (40 એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું ક્ધટેન્ટ લાવવા માટે સજ્જ છે. પ્રોડક્શન હાઉસ અ40 એન્ટરટેઈનમેન્ટ એ અળબશલફિળુ અને ડિવાઈન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યાં છે, જેની પોષણા તેમના દ્વારા કરવામાં આવી છે.
પોતાના આગામી પ્રોજેક્ટ્સ અંગે 40 એન્ટરટેઈનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી, અળબશલફિળુ તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યૂસર્સે માહિતી આપી હતી. તેમના દ્વારા પ્રથમ 2 ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર -1 ની ઘોષણા પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ રહ્યું છે.
ઊઅઞ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મોની મુખ્ય વિશેષતા એ છે કે દરેક ફિલ્મ એક નવી વાત અને અલગ સ્ટાઈલ સાથે પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે. પ્રોડક્શન હાઉસનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને એવું એન્ટરટેઇન્મેન્ટ આપવાનો છે જે સંપૂર્ણ પરિવાર એકસાથે બેસીને માણી શકે: આ ફિલ્મો માત્ર ગુજરાતના થિયેટરો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પડદે રિલીઝ કરવાની અને લોકપ્રિય ઘઝઝ પ્લેટફોર્મા પર લાવવાની પણ મજબૂત યોજના છે, જેથી વૈશ્વિક ફલક પર ગુજરાતી સિનેમાનો વ્યાપ વધારી શકાય.