Jai Hind

ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં હાસ્ય અને સામાજિક સંદેશનો અનોખો સંગમ: સ્મિત પંડ્યા અને ચેતન દૈયા સ્ટારર ‘સેવાભાવી’ 19 માર્ચે JOJO એપ પર થશે રિલીઝ

ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા કંઈક નવું અને હટકે પીરસવા માટે જાણીતું ઘઝઝ પ્લેટફોર્મ ‘ઉંઘઉંઘ’ ફરી એકવાર દર્શકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સજ્જ થયું છે. આગામી 19 માર્ચના રોજ ‘ઉંઘઉંઘ એપ’ પર એક અનોખી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘સેવાભાવી’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હાસ્ય અને અર્થસભર વાર્તાનો એક સુંદર સમન્વય છે, જે દર્શકોને મનોરંજનની સાથે સામાજિક પરિસ્થિતિઓનો ચિતાર પણ આપશે.
ફિલ્મ ‘સેવાભાવી’ માં સમાજની કેટલીક ગંભીર પરિસ્થિતિઓને હાસ્યના માધ્યમથી રજૂ કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. સામાજિક કટાક્ષ અને માનવીય લાગણીઓના સમન્વય સાથેની આ વાર્તા દરેક પ્રેક્ષકને પોતાની સાથે જોડાયેલી લાગશે. ફિલ્મમાં રોજબરોજના જીવનના એવા કિસ્સાઓ વણાયેલા છે જે પ્રેક્ષકોને રમુજની સાથે સાથે સારો સંદેશ પણ આપશે. આ ફિલ્મ ‘ઉંઘઉંઘ’ ના વધતા જતા મનોરંજક કેટેલોગમાં એક ખૂબ જ પ્રભાવશાળી અને મનોરંજક ઉમેરો સાબિત થશે.