ડિજિટલ મનોરંજનની દુનિયામાં જાણીતું પ્લેટફોર્મ ઉંઘઉંઘ એપ તેના માર્ચ મહિનાના મનોરંજનના શાનદાર અંત તરીકે અને એપ્રિલની શરૂઆત ધમાકેદાર બનાવવા માટે એક જોરદાર એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’ રજૂ કરી રહ્યું છે. 1 એપ્રિલ, 2026 થી આ મલ્ટીસ્ટારર ફિલ્મ ઉંઘઉંઘ એપ પર ઉપલબ્ધ થશે. હાઈ-એનર્જી એક્શન અને કોમેડીના સંગમ સાથે આ ફિલ્મ પ્રેક્ષકો માટે એક નવીન અનુભવ બની રહેશે.
આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ સ્ટારકાસ્ટ છે. જેમાં મહેશ માંજરેકર, સોનુ સૂદ, રાહુલ દેવ, મુકુલ દેવ, અલી અસગર અને ભવિક ભોજક જેવા દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળશે. આ કલાકારોના દમદાર પર્ફોર્મન્સ અને મજબૂત ડાયલોગ્સે ફિલ્મને ગુજરાતી સિનેમાની એક હાઈ-વોલ્ટેજ એક્શન-ડ્રામા તરીકે સ્થાપિત કરી છે. આ પ્રભાવશાળી કલાકારોનો મેળાવડો ફિલ્મને વધુ આકર્ષક અને જોવાલાયક બનાવે છે.
આ પ્રસંગે ઉંઘઉંઘ એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે અમે ગુજરાતી પ્રેક્ષકોને વિશ્વસ્તરીય અને મનોરંજક ક્ધટેન્ટ પહોંચાડીએ.. ‘પાગલપંતી’ એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પરંતુ તે મનોરંજનનો એક એવો સંગમ છે જે દરેક વયના દર્શકોને ગમશે. આટલા મોટા કલાકારોને એકસાથે ગુજરાતી સ્ક્રીન પર જોઈને દર્શકો રોમાંચિત થશે અને અમને ખાતરી છે કે ઉંઘઉંઘ એપ પર આ ફિલ્મ પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કરશે.‘