Jai Hind

સૂરોની મલ્લિકા આશા ભોંસલેનું નિધન

સંગીત ‘આશા અમર થઈ: સંગીત જગતમાં શોકનું મોજુ

મલ્ટિઓર્ગન ફેલ્યોરના કારણે ૯૨ વર્ષની વયે આશાજીએ અંતિમ શ્ર્વાસ લીધો: આજે સાંજે ૪ વાગ્ો મુંબઈમાં શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

હિન્દૃી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દૃુખદૃ સમાચાર સામે આવ્યા છે. સૂરોની મલ્લિકા અને દિૃગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહૃાા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્ર્વાસ લીધા હતા. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકોની આંખો નમ છે.
આશા ભોંસલેના નિધનના સમાચાર જાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી તથા રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મુએ દૃુ:ખની લાગણી પ્રગટ કરી છે અન્ો ત્ોમણે જણાવ્યું કે આપણે એક રતન ગુમાવ્યું છે.
પ્રખ્યાત પાર્શ્ર્વ ગાયિકા આશા ભોસલેના પુત્ર આનંદૃ ભોસલેએ જણાવ્યું છે કે તેમના અંતિમ દૃર્શન લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાને થશે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહૃાું, “મારી માતાનું આજે અવસાન થયું છે. લોકો આવતીકાલે સવારે ૧૧:૦૦ વાગ્યે લોઅર પરેલ સ્થિત કાસા ગ્રાન્ડે માં તેમના અંતિમ દૃર્શન કરી શકે છે, જ્યાં તેઓ રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે.”તેમના મોટા બહેન, ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરના અંતિમ સંસ્કાર પણ ૨૦૨૨માં શિવાજી પાર્કમાં જ કરવામાં આવ્યા હતા. આશા ભોસલેના નિધન પર ડો. પ્રતીત સમદૃાનીએ જણાવ્યું, આ ખૂબ જ દૃુ:ખદૃ છે કે આશા ભોસલેજીનું આજે નિધન થયું. તેમને ઘણી તબીબી સમસ્યાઓ હતી અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું. તેમણે વધુમાં કહૃાું કે, અત્યંત થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર (શરીરના વિવિધ પ્રકારના અંગો કામ કરતા બંધ થઈ જવા) થવાને કારણે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતકારો, બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓમાં શોકની લહેર ફરી વળી છે.
તેમના જવાથી ભારતીય સંગીત જગતમાં જે ખાલીપો પડ્યો છે તે ક્યારેય પૂરી શકાય તેમ નથી.
નોંધનિય છે કે, આજે સવારે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પણ દિૃગ્ગજ ગાયિકા આશા ભોસલેના સ્વાસ્થ્ય અંગે િંચતા વ્યક્ત કરી હતી. પીએમ મોદૃીએ ઠ (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું હતું – “આશા ભોસલે જીના હોસ્પિટલમાં દૃાખલ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ િંચતા થઈ. તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.”
આશા ભોસલેનું નામ બોલિવૂડની સૌથી મહાન અને દિૃગ્ગજ ગાયિકાઓમાં ગણાય છે. ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ ના રોજ જન્મેલા આશાજીએ પોતાની શાનદૃાર કારકિર્દૃીમાં ૨૦ થી વધુ ભાષાઓમાં ૧૨,૦૦૦ થી વધુ ગીતો ગાયા છે. સંગીતના ઈતિહાસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ તેમના જ નામે છે. ભારતનાં બુલબુલ અને ફિલ્મ જગતની સુપરસ્ટાર ગણાતા સ્વરકોકિલા લતા મંગેશકર તેમના મોટા બહેન છે. આશાજીએ પોતાના સુમધુર અવાજ અને અનોખી અદૃાથી દૃાયકાઓ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર એકચક્રી રાજ કર્યું છે અને આજે ૭૦ થી વધુ વર્ષોથી તેઓ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
આશાજીની મ્યુઝિકલ જર્નીની શરૂઆત વર્ષ ૧૯૪૮ માં આવેલી ફિલ્મ “ચુનરિયા” ના ગીત “સાવન આયા હૈ” થી થઈ હતી. ધીમે ધીમે તેમણે પોતાની ગાયકીથી ૨૨૦૦ થી વધુ ફિલ્મોમાં જાદૃુ પાથર્યો અને એક અંદૃાજ મુજબ તેમની આખી કારકિર્દૃીમાં તેમણે લગભગ ૧૬,૦૦૦ જેટલા ગીતો રેકોર્ડ કર્યા છે. તેમણે માત્ર હિન્દૃી જ નહીં, પરંતુ ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, ભોજપુરી, તમિલ, મલયાલમ, અંગ્રેજી અને રશિયન જેવી અનેક ભાષાઓમાં પોતાનો અવાજ આપ્યો છે.
તેમના અંગત જીવનની વાત કરીએ તો, તેમના લગ્ન બોલિવૂડના દિૃગ્ગજ અને સુપરસ્ટાર સંગીત નિર્દૃેશક આર.ડી. બર્મન (ઇ.ડ્ઢ. મ્ેદ્બિટ્ઠહ) સાથે થયા હતા. આ જોડીએ હિન્દૃી સિનેમાને અનેક સદૃાબહાર અને સુપરહિટ ગીતો આપ્યા છે. વર્ષ ૨૦૦૮ માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.