Jai Hind

દિશા સાલીયાન મૃત્યુ કેસમાં ઉધ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિત 17 સેલીબ્રીટી સામે FIR

2020ના શંકાસ્પદ મૃત્યુ કેસમાં નવો સનસનાટીજનક વળાંક

સીબીઆઇ ષડયંત્ર, ગેંગ રેપ, હત્યા, પુરાવાનો નાશ કરવા સહિતના એંગલથી તપાસ કરશે: મહારાષ્ટ્રના રાજકારણમાં જબરો ખળભળાટ

સમગ્ર મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર બોલીવૂડ સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાન શંકાસ્પદ મૃત્યુ કેસમાં સીબીઆઇએ પૂર્વ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે તથા તેના પુત્ર અને ધારાસભ્ય આદિત્ય ઠાકરે અને બોલીવૂડના અભિનેતા ડીનો મોર્યો તથા સૂરજ પંચોલી સહિત 17 લોકો સામે એફઆઇઆર દાખલ કરી છે અને તેમની પુછપરછ તથા ધરપકડની શક્યતા નકારાતી નથી. 8 જુન-2020ના દિશા સાલીયનનું મૃત્યુ મલાડમાં એક ઇમારતના 14મા માળેથી નીચે પડતા મૃત્યુ થયું હતું. પોલીસે તેમાં આત્મહત્યાની થિયરી પર કેસ નોંધીને ફાઇલ બંધ કરી દીધી હતી પરંતુ દિશાના પિતાએ આ મૃત્યુ સામે પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા અને છેક મુંબઇ હાઇકોર્ટ સુધી લડત આપી હતી. હાઇકોર્ટે સમગ્ર કેસમાં સુનાવણી બાદ સીબીઆઇ તપાસના આદેશ આપ્યા હતા. જેના પરિણામે સીબીઆઇએ સમગ્ર કેસ સંભાળીને આજે એફઆઇઆર નોંધી છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને ડીનો મારીયો અને સુરજ પંચોલી ઉપરાંત રીયા ચક્રવર્તી, શોવીક ચક્રવર્તી, સચિન વાજે, પરમવીરસિંહ અને રોહન રોય સહિત 17ના નામ છે. સીબીઆઇ આ કેસમાં ષડયંત્ર, ગેંગ રેપ, હત્યા અને પુરાવા સાથે છેડછાડના એંગલથી તપાસ કરશે.
પૂર્વ મુખ્યમંત્રીનું નામ હત્યાકેસમાં આવતા રાજકીય રીતે પણ કેસ સનસનાટીજનક બની ગયો છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં તે મોટો વિવાદ ચગાવશે
દિશાના પિતાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે કેસની તપાસ કર્યા વગર જ ફાઇલ બંધ કરી દીધી હતી અને રાજકીય દબાણ આવ્યું હતું. દિશાના પોષ્ટમોર્ટમનો રીપોર્ટ પણ અપાયો ન હતો