મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ અને વિવિધ પ્રોડક્શન હાઉસના આશરે ૧૨ જેટલા સ્થળો પર આવકવેરા વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. આ અચાનક કરાયેલી કાર્યવાહીથી બોલિવૂડ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. મળતી વિગતો મુજબ, ફિલ્મ પ્રોડ્યુસર વાશુ ભગનાની, પેનોરમા સ્ટુડિયો તેમજ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાથે સંકળાયેલા પરિસરો આ તપાસના દાયરામાં આવ્યા છે.
વિદેશી ટ્રાન્ઝેક્શન અને ટેક્સમાં ગેરરીતિની શંકા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં ફિલ્મ શૂટિંગ, ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશન અને પ્રોડક્શન સંબંધિત ખર્ચના નામે મોટી રકમ બહાર મોકલવામાં આવી હોવાની વિગતો એજન્સીને મળી હતી. આ નાણાકીય વ્યવહારોમાં નિયમોનું પાલન થયું છે કે કેમ અને ટેક્સ ચોરી થઈ છે કે નહીં, તે દિશામાં અધિકારીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડની ચકાસણી આઈટી વિભાગની ટીમો હાલમાં મુંબઈ સ્થિત કચેરીઓ અને નિવાસસ્થાનો પરથી હિસાબી ચોપડા, બેંક ડિટેલ્સ અને ડિજિટલ દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સત્તાવાર માહિતી બહાર આવશે.
મહત્વની ફિલ્મો સાથે સંકળાયેલા છે નામો અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં આવનારી મોટી બજેટ ફિલ્મ ‘રામાયણ’માં મહત્વના રોલમાં જોવા મળશે. જ્યારે વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયો ‘દ્રશ્યમ’ સિરીઝ, ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘કુલી નંબર ૧’ જેવી અનેક સફળ ફિલ્મોના નિર્માણ સાથે જોડાયેલા છે.
