“આ મેચ વિશ્ર્વભરના એમએમએ ચાહકોને ચોંકાવી દેશે” – રિતુ ફોગાટ નો ચમકતો આત્મવિશ્ર્વાસ

અમદાવાદ, તા.27
’ધ ઈન્ડિયન ટાઈગ્રેસ’નો સામનો થાઈલેન્ડની સ્ટેમ્પ ફેરટેક્સ સામે વન વિમેન્સ એટમવેઇટ વર્લ્ડ ગ્રાન્ડ પ્રિ ચેમ્પિયનશિપ ફાઇનલ જે વિન્ટર વોરિયર્સ વન માં 3 ડિસેમ્બરે થશે:
ગયા ઓક્ટોબર 29 ના રોજ વન નેક્સ્ટજેન માં વિમેન્સ એટમવેઇટ વર્લ્ડ ગ્રાન્ડ પ્રિ સેમિફાઇનલમાં ફિલિપાઇન્સની જેનલિન ઓલસિમ સામેની અવિશ્વસનીય જીત બાદ 27 વર્ષની રિતુ ’ધ ઇન્ડિયન ટાઇગ્રેસ’ ફોગાટ હવે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં તેણીનો ટોચ પડકાર નો સામનો કરવા તૈયાર છે.
નંબર 4-ક્રમાંકિત એટમવેઇટ ફોગાટનો મુકાબલો વન વિમેન્સ એટમવેઇટ વર્લ્ડ ગ્રાન્ડ પ્રિકસ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભૂતપૂર્વ વન એટમવેઇટ મુઆય થાઇ અને કિકબોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન અને વર્તમાન નંબર 2-ક્રમાંકિત એટમવેઇટ સ્પર્ધક થાઇલેન્ડની સ્ટેમ્પ ફેયરટેક્સ સાથે થવાનો છે. આ મુકાબલો વિન્ટર વોરિયર્સ, શુક્રવાર, ડિસેમ્બર 3 ના રોજ સિંગાપોર ઇન્ડોર સ્ટેડિયમમાં થવાનો છે
ફોગાટ આ મેચની તૈયારીમાં કોઈ કસર નહીં છોડે.
હું ઘણા લાંબા સમયથી ફાઇનલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું અને મેં છેલ્લા બે વર્ષથી અસંખ્ય કલાકો સુધી કસરત કરી તૈયારી કરી છે. હું ધારી રહી છું એના કરતાં વિજય નજીક છે અને હું તેને બંને હાથથી પકડવા ઈચ્છું છું. આ મેચ મારી કારકિર્દી અને ભારતની પ્રતિષ્ઠા માટે મહત્વપૂર્ણ છે. ભૂતકાળમાં ભારતમાં ક્યારેય કોઈ મહિલા એમએમએ (મિક્સ્ડ માર્શિઅલ આર્ટસ) ચેમ્પિયન નહોતું અને હવે મારી પાસે વૃતાંત બદલવાની અને વૈશ્વિક એમએમએ મંચ પર ભારતીય મહિલાને સ્થાન આપવાની શક્તિ છે. હું ભારતને ગૌરવ અપાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ, ફોગાટે કહ્યું.

રિલેટેડ ન્યૂઝ