‘પુષ્પા’ ફિલ્મની સફળતા બાદ રશ્મિકાએ ફી વધારી દીધી

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર પુષ્પા વર્ષ 2021ની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે દર્શકોના દિલો પર રાજ કરવાની સાથે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે. ફિલ્મના દરેક પાત્રએ લોકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડી નથી. રશ્મિકાના અભિનય અને અલ્લુના ડાયલોગ્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેવામાં સામે આવ્યું છે કે ફિલ્મની સફળતા બાદ એક્ટ્રેસે તેની ફી વધારી દીધી છે.
પુષ્પા: ધ રાઇઝના બીજા પાર્ટ માટે રશ્મિકાએ તેની વર્તમાન ફી કરતાં 50 ટકા વધુ રકમની માંગણી કરી છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિવાએ ફિલ્મના બીજા ભાગ માટે રૂ. 3 કરોડની મોટી રકમ માંગી છે. જણાવી દઈએ કે રશ્મિકાએ ફિલ્મના પહેલા ભાગ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા અને તેણે સીધા 1 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે.
રશ્મિકા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. તેણે ડિયર કોમરેડ અને ગીતા ગોવિંદમ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી હવે મિશન મજનૂમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ સિવાય તે વિકાસ બહલની અલવિદામાં પણ જોવા મળશે. હાલમાં તે પુષ્પા ફિલ્મના ગીત અને તેના અભિનય માટે જોરદાર ચર્ચામાં છે.

રિલેટેડ ન્યૂઝ