ભારતના સૌથી પ્રિય કોમેડિયન કપિલ શર્મા પર બનશે બાયોપિક; જાણો સ્ટોરીનું શીર્ષક શું હશે

કોમેડિયન કપિલ શર્માની બાયોપિક ફિલ્મ બનવાની છે. તાજેતરમાં જ નિર્માતા મહાવીર જૈને કપિલ શર્માની બાયોપિકની જાહેરાત કરી છે. તેણે આ ફિલ્મનું નામ ‘ફનકાર’ રાખ્યું છે. આ ફિલ્મ લાયકા પ્રોડક્શન હેઠળ બનશે.

તરણ આર્દશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લખ્યું, “કપિલ શર્મા પર એક બાયોપિક ‘ફુકરે’ના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબા નિર્દેશિત કરવા જઈ રહ્યા છે. તેની જાહેરાત કરવામાં આવી છે.

આ ફિલ્મનું નામ ‘ફનકાર’ હશે. મહાવીર જૈન પ્રોડક્શન સંભાળશે.” દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબાએ ફિલ્મ વિશે કહ્યું, “અમે ભારતના સૌથી પ્રિય ચાહક કપિલ શર્માની વાર્તા દર્શકો સમક્ષ રજૂ કરવા માટે તૈયાર છીએ. આશા છે કે દર્શકોને આ સ્ટોરી ગમશે.”

રિલેટેડ ન્યૂઝ