80 અપિસોડ માટે કપિલ શર્માએ લીધી આટલા કરોડ ફી

આખરે! કપિલ શર્મા અને તેમની ટીમે કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ને અલવિદા કહી દીધું છે. દર્શકોનું મનોરંજન કર્યા પછી હવે કપિલ શર્મા ચંદન પ્રભાકર, સુમોના ચક્રવર્તી, કીકુ શારદા, કૃષ્ણા અભિષેકની સાથે Vancouver (વેંકૂવર)ના પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. તાજેતરમાં, એરપોર્ટ પર પોઝ આપતી ટીમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેણે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું.

કપિલ શર્માએ લીધી હતી આટલી ફી
કપિલ શર્માએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને આજે તેઓ દરેકના ફેવરિટ કોમેડિયન બની ગયા છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે કપિલ શર્માએ ‘ધ કપિલ શર્મા શો’ની ત્રીજી સીઝન દરમિયાન કેટલી કમાણી કરી? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્માએ તેમના શોની ત્રીજી સીઝન માટે દરેક એપિસોડ માટે તેમની ફીમાં 20 લાખ રૂપિયાનો વધારો કર્યો હતો.

80 એપિસોડ માટે કપિલે શર્માએ લીધો હતો આટલો ચાર્જ
siasat.comના એક રિપોર્ટ મુજબ, કપિલ શર્માએ ત્રીજી સીઝનમાં દરેક એપિસોડ માટે 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. એટલે કે દરેક વીકેન્ડમાં કપિલ શર્મા કુલ 1 કરોડ રૂપિયા કમાતા હતા. બીજી સીઝન માટે તેમણે પ્રતિ એપિસોડ 30 લાખ રૂપિયા ચાર્જ કર્યા. તમને જણાવી દઈએ કે ‘ધ કપિલ શર્મા શો’ની ત્રીજી સીઝનમાં 80 એપિસોડ હતા, જેથી કપિલ શર્માએ 40 કરોડની જંગી કમાણી કરી હતી. વેલ, દર્શકો હવે કપિલ શર્માના શોની નવી સીઝનની રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કપિલ શર્મા ફરી એકવાર તેમની ટીમ સાથે ટીવીની દુનિયામાં જોરદાર કમબેક કરશે.

રિલેટેડ ન્યૂઝ