ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ના એક્ટરનું નિધન

ફિલ્મ તથા ટીવીના લોકપ્રિય એક્ટર મિથિલેશ કુમારે ત્રણ ઓગસ્ટના રોજ લખનઉમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હૃદય સંબંધિત બીમારીઓ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિથિલેશને થોડાં દિવસ પહેલાં જ હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તે પોતાના હોમટાઉન લખનઉ શિફ્ટ થઈ ગયા હતા.

‘ફિઝા’ને કારણે ‘કોઈ મિલ ગયા’ મળી
રાકેશ રોશન જ્યારે ‘કોઈ મિલ ગયા’ ફિલ્મ પર કામ કરતા હતા ત્યારે તેમણે ફિલ્મ ‘ફિઝા’ જોઈ હતી. ફિલ્મમાં એક સીનમાં કરિશ્મા કપૂર એક્ટર મિથિલેશ પર પાણી ફેંકે છે. આ સીન રાકેશ રોશનને ઘણો જ પસંદ આવ્યો હતો. ત્યારબાદ તેમણે મિથિલેશને મળવા બોલાવ્યા હતા અને ફિલ્મ માટે સાઇન કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ