‘અનુપમા’એ અક્ષય કુમારને રાખડી બાંધી

રક્ષાબંધનના પાવન પ્રસંગે ‘અનુપમા’ એટલે કે ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીને લાંબા સમય પછી રાખી બ્રધર મળ્યો હતો. અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ 11 ઓગસ્ટે રિલીઝ થઈ છે. અક્ષય કુમાર ‘રવિવાર વિથ સ્ટાર પરિવાર’ શોમાં ફિલ્મને પ્રમોટ કરવા આવ્યો હતો. અહીંયા રૂપાલીએ અક્ષયને રાખડી બાંધી હતી. જોકે, આ પ્રમોશનનો હિસ્સો નહોતો. રૂપાલી તથા અક્ષય વચ્ચે વર્ષો જૂના ભાઈ-બહેનના સંબંધો છે.

રૂપાલી ગાંગુલીએ અક્ષય કુમાર સાથે પોતાના જૂના કનેક્શન અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘અક્ષય કુમાર અમારા માટે પરિવારનો હિસ્સો છે. મારા પિતાએ તેમને શરૂઆતના દિવસોમાં સાઇન કર્યો હતો અને આ રીતે અમારી ઓળખાણ થઈ હતી. જ્યારે અમે તેમને મળ્યા તો તેમનો સ્વભાવ ઘણો જ ગમી ગયો હતો. મને યાદ છે કે મારા પિતાએ કહ્યું હતું કે આ વ્યક્તિ સ્ટારડમ માટે બન્યો છે. અક્ષય સમયનો પાબંદ, મહેનતી તથા ઘણો જ સીધો-સાદો છે. જ્યારે અમે પિતાની ફિલ્મ માટે બહાર જતાં તો અક્ષય સવારે ચાર વાગે ઊઠીને એક્સર્સાઇઝ કરતા. મારા પિતાને તેમની પર ગર્વ હતો. આથી જ મારા પિતાને કારણે હું અને અક્ષય એકબીજાની નિકટ આવ્યા હતા. પછી મેં તેમને રાખડી બાંધવાનું શરૂ કર્યું હતું.’

રિલેટેડ ન્યૂઝ