ટિકટૉક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટઍટેકથી નિધન

બિગબોસમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે સોનાલી

ટિકટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટીની નેતા સોનાલી ફોગાટનું મૃત્યુ થયું છે. ગોવામાં હાર્ટ એટેકને કારણે સોનાલી ફોગાટનું નિધન થઈ ગયું છે. સોનાલી ફોગાટે 2019માં હરિયાણા ચૂંટણીમાં બીજેપીની ટિકિટ પર આદમપૂરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. તે રિયાલિટી શો બિગ બોસનો પણ  ભાગ રહી ચૂકી છે. 

મૃત્યુનાં થોડા સમય પહેલા સોનાલી ફોગાટે પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. સાથે જ ટ્વિટર અકાઉન્ટ પર પોતાની પ્રોફાઇલ પિક્ચર પણ બદલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તે પોતાના થોડા સ્ટાફ મેમ્બર સાથે ગોવા ગઈ હતી.  

રિલેટેડ ન્યૂઝ