86 વર્ષીય ફિલ્મમેકર સાવનકુમાર ટાકનું ICUમાં અવસાન

લોકપ્રિય ફિલ્મમેકર તથા ગીતકાર સાવનકુમાર ટાક છેલ્લા કેટલાંક સમયથી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એડમિટ હતાં. સ્થિતિ ગંભીર થતાં તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. અહીંયા તેમણે આજે એટલે કે 25 ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં ભત્રીજાએ કહ્યું હતું કે તેમની તબિયત ઘણી જ નાજુક છે.

86 વર્ષીય સાવન કુમારના ભત્રીજાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને થોડાં દિવસ પહેલાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાંની બીમારી હતી, પરંતુ આ વખતે તે સીરિયસ હતાં. તેમનું હૃદય યોગ્ય રીતે કામ કરતું નહોતું.

સંજીવ કુમાર તથા મહમૂદ જુનિયર ફિલ્મમેકર સાવનકુમારને કારણે જ સ્ટાર બની શક્યા હતાં. સાવન કુમારે 1967માં પ્રોડ્યૂસર તરીકે ફિલ્મ ‘નૌનિહાલ’થી કરી હતી. આ ફિલ્મમાં સંજીવ કપૂર લીડ રોલમાં હતા. પહેલી ફિલ્મ માટે તેમને નેશનલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડિરેક્ટર તરીકે ડેબ્યૂ ફિલ્મ ‘ગોમતી કે કિનારે’ હતી. મીના કુમારની કરિયરની આ છેલ્લી ફિલ્મ હતી. સાવન કુમારે ‘સૌતન’, ‘સૌતન કી બેટી’, ‘સનમ બેવફા’, ‘બેવફા સે વફા’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર હોવાની સાથે સાથે તે ગીતકાર પણ હતા. ‘જિંદગી પ્યાર કા ગીત..’ તેમણે જ લખ્યું છે. આ ઉપરાંત ‘કહો ના પ્યાર હૈ’, ‘દેવ’ ફિલ્મના ગીત પણ લખ્યા હતા.

ટ્રેજેડી ક્વીન મીના કુમારી તથા સાવનકુમારના ખાસ સંબંધો રહ્યા હતા. ફિલ્મ ‘ગોમતી કે કિનારે’ની સ્ક્રિપ્ટના રીડિંગ સેશન દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન મીના કુમારીને સાવન ટાક ઘણાં જ ગમી ગયા હતા. તે સમયે મીના કુમારની તબિયત ખરાર રહેતી હતી. નબળાઈને કારણે ઘણીવાર તે સેટ પર શોટ આપ્યા બાદ પડી જતી હતી. તેણે માંડ માંડ આ ફિલ્મ પૂરી કરી હતી. આ ફિલ્મ બનાવતી વખતે સાવનકુમાર પાસે પૈસા નહોતા તો મીના કુમારીએ પોતાનો બંગલો પણ વેચી નાખ્યો હતો તેવી વાત પણ છે.

1972માં મીના કુમારીની તબિયત વધુ લથડી હતી. તેમને મુંબઈની સેન્ટ એલિઝાબેથ નર્સિંગ હોમમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સાવનકુમારે જ તેમની સંભાળ રાખી હતી. જ્યારે મીના કુમારીને લોહીની ઊલટી થતી તો તે જાતે સાફ કરતા હતા. બીમારી દરમિયાન મીના કુમારીએ સાવનકુમારને પ્રપોઝ પણ કર્યું હતું. જોકે, લીવરની ગંભીર બીમારીને કારણે તેમનું નિધન થયું હતું. મીના કુમારીના મોત બાદ સાવનકુમાર કબરની આગળ બેસીને કલાકો સુધી રડી હતી.

રિલેટેડ ન્યૂઝ