પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટે ટ્રાન્સપરન્ટ ટોપમાં બેબી બમ્પ બતાવ્યો

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. આલિયા ભટ્ટ અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે ફિલ્મસિટીમાં જોવા મળી હતી. આલિયાએ ટ્રાન્સપરન્ટ ટોપમાં બેબી બમ્પ ફ્લૉન્ટ કર્યો હતો.

ગુલાબી ટોપમાં આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે ટ્રાન્સપરન્ટ ગુલાબી ટોપ પહેર્યુ હતું. આ સાથે બ્લેક જીન્સ તથા બ્લેક કોટી પહેરી હતી. આલિયા વાળ ખુલ્લા રાખ્યા હતા. આલિયાએ પતિ રણબીર સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. ફિલ્મસિટીમાં આલિયા તથા રણબીરે ફોટોગ્રાફર્સ સાથે પણ ફોટો ક્લિક કરાવ્યો હતો.

રણબીર કપૂરે ચેન્નઈમાં ડિરેક્ટર એસ એસ રાજમૌલિ તથા નાગાર્જુન સાથે ‘બ્રહ્માસ્ત્ર’નું પ્રમોશન કર્યું હતું. જ્યારે રણબીર કપૂર ઇવેન્ટમાં આવ્યો ત્યારે નાગાર્જુન ને રાજમૌલિને જોતાં જ તે પગે લાગ્યો હતો. આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. ચાહકોને રણબીરની આ હરકત ઘણી જ પસંદ આવી હતી. ચેન્નઈમાં રણબીરે સાઉથ ઇન્ડિયન ફૂડની મજા માણી હતી.

અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા-રણબીર ઉપરાંત મૌની રોય, નાગાર્જુન, અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં રણબીરે ‘શિવા’ તથા આલિયાએ ‘ઈશા’નો રોલ પ્લે કર્યો છે. અમિતાભે ફિલ્મમાં પ્રોફેસર અરવિંદ ચતુર્વેદીની ભૂમિકા ભજવી છે. મૌનીના પાત્રનું નામ ‘દમયંતી’ છે.

ફિલ્મની વાર્તા લીક?
સો.મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે ફિલ્મના ટ્રેલરમાં આ વાત બતાવવામાં આવી નથી, પરંતુ રિયલ વિલન આલિયા ભટ્ટ છે. તે શિવા એટલે કે રણબીર કપૂરને હની ટ્રેપ કરીને ફસાવે છે. તે શિવાની મદદથી શસ્ત્રો સુધી પહોંચવા માગે છે. જોકે, કેટલાંક યુઝર્સે એવો પણ દાવો કર્યો છે કે આલિયા પોતે પણ એક શસ્ત્ર છે અને તે વાતનો ઘટસ્ફોટ ફિલ્મના અંતમાં થશે.

રિલેટેડ ન્યૂઝ