ફિલ્મ પઠાણની કમાણી પર દીપિકા પાદુકોણે કહ્યું- અમે રેકોર્ડ તોડવા માટે ફિલ્મ નથી બનાવતા, સીક્વલ અંગે શાહરુખે કરી આ વાત

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થયાને છ દિવસમાં જ ઘણી સફળતા (Pathaan Success) મેળવી છે. પઠાણની સક્સેસથી ખુશ ફિલ્મની ટીમ દ્વારા સોમવાર એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરાઈ. આ પહેલો પ્રસંગ હતો જ્યારે પઠાણની ટીમ ફિલ્મને લઈને મીડિયા સમક્ષ હાજર થયા. ફિલ્મ સાથે જોડાયેલી તમામ ઈવેન્ટ્સ મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર જ કરાઈ હતી. ત્યાં સુધી કે ફિલ્મનું ટ્રેલર લોન્ચ પણ યૂટ્યૂબ પર જ કરાયું હતું.

ઠાણના કોન્ફરન્સમાં સુપરસ્ટાર શાહરુખ ખાનની સાથે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ અને ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ પણ પહોંચ્યા હતા.ચારેયએ પઠાણના ગીત ઝૂમે જો પઠાણની સાથે મંચ પર એન્ટ્રી લીધી. કોન્ફરન્સ દરમિયાન એક્ટર્સે ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા અને ફિલ્મને લઈને પોતાનો એક્સપીરિયન્સ શેર કર્યો. આ વચ્ચે શાહરુખ ખાને ઋતિક રોશનની ફિલ્મ ફાઈટર અંગે પણ વાત કરી.

શાહરુખે જણાવી ફાઈટરની વાર્તા
પઠાણની પ્રેસ કોન્ફરન્સમાં શાહરુખને દીપિકાના એક્શન સીન્સને લઈને સવાલ પૂછવામાં આવ્યા. જેના પર જવાબ આપતા શાહરુખે કહ્યું કે તેને પઠાણમાં કમાલના એક્શન સીન્સ પરફોર્મ કર્યા છે. કિંગ ખાને ફાઈટરને લઈને વાત કરતા કહ્યું કે ફાઈટરમાં રિયલ એક્શન હીરો દીપિકા પાદુકોણ જ છે, ઋતિક તો માત્ર રોમાન્ટિક લીડની ભૂમિકા ભજવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ