પ્રભાસે ચાહકોને કહૃાું ‘હું તિરુપતિમાં જ લગ્ન કરીશ

મુંબઈ, તા.૮
લાખો લોકોની ભીડ, ભગવા ઝંડા, જય શ્રી રામના નારા સાથે મંગળવારે તિરુપતિમાં કંઇક અનોખો નજારો જોવા મળ્યો. ઓમ રાઉતની ફિલ્મ ’આદિૃપુરુષ’નું ફાઇનલ ટ્રેલર એક ભવ્ય ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મના લીડ એક્ટર્સ પ્રભાસ અને કૃતિ સેનન આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ રહૃાા. બંનેએ આ ઇવેન્ટમાં ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવ શેર કર્યા. સાથે જ પ્રભાસે પોતાનો મેરેજ પ્લાન પણ જણાવ્યો. તેવામાં કૃતિએ પ્રભાસના વ્યક્તિત્વ સાથે જોડાયેલી કેટલીક વાતો પરથી પડદૃો ઉઠાવ્યો. પ્રભાસ, કૃતિ અને સૈફ અલી ખાનની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ ’આદિૃપુરુષ’ ૧૬ જૂને રિલીઝ થઇ રહી છે. ઓમ રાઉતની ફિલ્મ ’આદિૃપુરુષ’નું ફાઇનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, ત્યારથી જ મૂવીને લઇને જબરદૃસ્ત ક્રેઝ જોવા મળી રહૃાો છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ટોિંકગ પોઇન્ટ બનેલું છે. તિરુપતિમાં યોજાયેલા આ ભવ્ય ઇવેન્ટ દૃરમિયાન પ્રભાસ અને કૃતિએ પોતાના મનની વાત શેર કરી. પ્રભાસે શરૂઆત ફિલ્મના એક ડાયલોગ સાથે કરી અને ફિલ્મને લઇને પોતાનો અનુભવ શેર કર્યો છે. આ દૃરમિયાન પ્રભાસે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ એક વાત કહી. મસ્તીના મૂડમાં આવેલા પ્રભાસે પોતાના ફેન્સને કહૃાું, હું તિરુપતિમાં જ લગ્ન કરીશ. આ વાત સાંભળીને સૌકોઇ એક્સાઇટેડ થઇ ગયા અને હૂિંટગ કરવા લાગ્યા. જણાવી દૃઇએ કે પ્રભાસનું નામ અનુષ્કા શેટ્ટી અને કૃતિ સેનન સાથે જોડાઇ ચુક્યું છે. ઇવેન્ટ દૃરમિયાન કૃતિ સેનને પ્રભાસના ભરપૂર વખાણ કર્યા. કૃતિએ કહૃાું કે, રામનું કેરેક્ટર પ્રભાસ કરતાં સારુ કોઇ કરી શકે એમ નહતું. તેણે કેરેક્ટરને જીવંત બનાવવા માટે ઘણી મહેનત કરી છે. પ્રભાસના વ્યક્તિત્વને લઇને કૃતિએ કહૃાું, આ ખોટી ધારણા છે કે પ્રભાસ ઓછુ બોલે છે, તે સેટ પર ઘણી વાતો કરતાં હતા. તે સ્વીટ અને હાર્ડ વર્કિંગ છે.

રિલેટેડ ન્યૂઝ