સૃષ્ટિ મહેશ્ર્વરીએ દૃીકરીને જન્મ આપ્યો
સૃષ્ટિ મહેશ્ર્વરી અને તેનો પતિ કરણ વૈદ્ય દૃીકરીના માતા-પિતા બની ગયા છે. બાળકીનો જન્મ ૫ જૂને થયો હતો. એક્ટ્રેસનું કહેવું હતું કે, જ્યારે પણ તે તેની દૃીકરીને હાથમાં લે છે ત્યારે એકસાથે ઘણી બધી લાગણીઓ અનુભવે છે. સૃષ્ટિ મહેશ્ર્વરીએ જણાવ્યું હતું કે ’મારી નોર્મલ ડિલિવરી થઈ છે અને જ્યારે મેં આખરે મારી દૃીકરીને જોઈ તો, મારી આંખમાં આંસુ આવી ગયા હતા. તે સમયે મારા મગજમાં હું પ્રેગ્નેન્ટ થઈ ત્યારથી લઈને તેને હાથમાં લીધી ત્યાં સુધીમાં ઘણા વિચારો આવી ગયા હતા. હવે અમારી દૃુનિયા બદૃલાઈ ગઈ છે. કરણ અને હું અમારા ઘરે લક્ષ્મીનું આગમન થયું તે માટે ખુશ છીએ. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે ’માતૃત્વ એ સુંદૃર લાગણી છે. જ્યારે હું મારી દૃીકરીને હાથમાં લઉ છું ત્યારે મારી યુવાન મમ્મી મને અને મારી બહેનને જે રીતે સાચવતી હતી કે સમય યાદૃ આવી જાય છે. હું ખુશ અને ધન્ય છું. છેલ્લા કેટલાક મહિના ઉત્સાહ, િંચતા, થાક અને આનંદૃથી ભરેલા રહૃાા હતા’. પંડ્યા સ્ટોર અને મેડમ સર જેવા શોમાં જોવા મળેલી સૃષ્ટિ મહેશ્ર્વરીએ પહેલા ડિલિવરી માટે તેના વતન બરેલી જવાનું નક્કી કર્યું હતું. જો કે, બાદૃમાં તેણે મુંબઈમાં જ રહેવાનું પસંદૃ કર્યું હતું. તેણે આ વિશે વાત કરતાં કહૃાું હતું કે ’મારા માતા-પિતા અને બાકી પરિવાર મુંબઈ આવવાનું અને અમને મદૃદૃ કરવાનું નક્કી કર્યું હતું. કરણના માતા-પિતા પણ જયપુરથી મુંબઈ આવ્યા હતા. કરણ હેન્ડ્સ-ઓન-ફાધર છે. તે જે રીતે બાળકીનું ધ્યાન રાખે છે અને તેની આસપાસ રહે છે તે જોવું અદ્દભુત છે. અમે બંને અમારા જીવનના આ નવા તબક્કા તરફ જોઈ રહૃાા છીએ. સૃષ્ટિ મહેશ્ર્વરીએ જૂન ૨૦૨૨માં કરણ વૈદ્ય સાથે લગ્ન કર્યા હતા, જે ટેક એન્જિનિયર છે. માર્ચમાં તેનું બેબી શાવર યોજાયું હતું. તે સમયે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહૃાું હતું કે ’સીમંતનું ફંક્શન અદ્દભુત રહૃાું હતું.