સુશાંત કેસમાં સીબીઆઈ પાસે પુરાવા હોવાનો દૃાવો

એક્ટર સુશાંત સિંહના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા

દિૃવંગત બોલિવૂડ એક્ટર સુશાંત િંસહ રાજપૂતના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી આ મામલે તપાસ ચાલી રહી છે. અભિનેતા ૧૪ જૂન ૨૦૨૦ના રોજ તેના મુંબઈના લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુ બાદૃ તેના ચાહકો સતત અભિનેતા માટે ન્યાયની માંગ કરી રહૃાા છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર આ અંગે ટ્રેન્ડ ચલાવે છે. અભિનેતાના મૃત્યુ પહેલા તેની મેનેજર દિૃશા સાલિયને પણ બિલ્ડિંગ પરથી કૂદૃીને આત્મહત્યા કરી હતી. હવે ત્રણ વર્ષ બાદૃ બંનેના મોત અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. હકીકતમાં હાલમાં જ એક ઇન્ટરવ્યુ દૃરમિયાન, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દૃેવેન્દ્ર ફડણવીસે સુશાંતના કેસ વિશે વાત કરી છે. તેણે કહૃાું છે કે સુશાંત િંસહ રાજપૂત અને દિૃશા સાલિયાનના મોતના મામલામાં પુરાવા એકઠા કરવામાં આવી રહૃાા છે. તમામ પુરાવા એકત્ર થતાં જ અમે મામલાને ફરી આગળ વધારીશું. ડેપ્યુટી સીએમએ વધુમાં કહૃાું હતું કે, જ્યારે લોકોએ કહૃાું કે અમારી પાસે આ કેસમાં આટલા બધા પુરાવા છે, તો અમે કહૃાું કે પુરાવાઓ સબમિટ કરો, અમે તમારા પુરાવાઓની હકીકત તપાસીશું. જો પુરાવા સાચા હશે તો આગળ વધીશું. અમે એવા લોકોને બોલાવ્યા છે જેમણે ગમે તેવો દૃાવો કર્યો છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક પુરાવા નોંધવામાં આવ્યા છે અને કેટલાક હજુ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં, પરિણામો પર ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે.
સોશિયલ મીડિયા પર પણ આ અંગે વિવિધ પ્રકારની વાતો ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ત્રણ વર્ષમાં પણ પ્રાથમિક પુરાવા એકત્ર થયા નથી. લોકો કહે છે કે આ માત્ર રાજકારણ છે. નોંધનીય છે કે સુશાંતના મૃત્યુ બાદૃ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અભિનેતાને ડ્રગ્સ આપવાનો આરોપ લાગ્યો હતો. આ પછી રિયા ચક્રવર્તીને જેલમાં પણ જવું પડ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ