ડાબરીઆંબા ગામની દૃૂધ મંડળીએ પહોંચી જાણકારી મેળવી
ગાંધીનગર,તા.૬
મહારાષ્ટ્ર રાજ્યની સરહદૃે સાતપુડાના પર્વતોની હારમાળા વચ્ચે આવેલા કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા ગામે આજે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ વહેલી સવારે પહોંચ્યા ત્યારે ગ્રામીણજનો, વહીવટી તંત્રના અધિકારીઓ અન્ો સ્થાનિક પદૃાધિકારીઓએ ત્ોમનું ઉમળકાભેર સ્વાગત અભિવાદૃન કર્યું હતું. મુખ્યમંત્રીએ અહીં વિવિધ વિકાસના કામ તથા ગ્રામીણ સરકારી સ્ોવા સંસ્થાઓની જાત મુલાકાત લઇ બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ ડાબરીઆંબા ગામે કાર્યરત દૃૂધ મંડળી, આંગણવાડી કેન્દ્ર સહિત પ્રાથમિક શાળાની મુલાકાત લઇ, ત્યાંની સુવિધાઓ અંગ્ો વિગતવાર જાણકારી મેળવી હતી. ત્ોમણે ડાબરીઆંબા એસએમસી કમિટી સાથે સંવાદૃ સાધી શિક્ષણની સ્થિતિ અંગ્ો સમીક્ષા કરી હતી.
ગ્રામજનોએ મુખ્યમંત્રી સાથે સીધો સંવાદૃ કરી પોતાના પ્રશ્ર્નો રજૂ રહૃાા હતા. જેન્ો મુખ્યમંત્રીએ શાંતિપ્ાૂર્વક સાંભળી તાપી જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત અધિકારીઓન્ો જરૂરી માર્ગદૃર્શન સાથે વિશેષ સ્ાૂચનાઓ આપી હતી.મુખ્યમંત્રીએ ડાબરીઆંબા બાદૃ કુકરમુંડા તાલુકાના ગંગથા ગામની મુલાકાત લીધી હતી. આ દૃરમિયાન વડાપ્રધાનના સપનાન્ો સાકાર કરતા પ્રધાનમંત્રી ટીબીમુકત ભારત અભિયાન અંતર્ગત તાપીના જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવા દ્વારા દૃત્તક લેવાયેલા ૨૬ જેટલા ટીબીના દૃર્દૃીઓ પ્ૌકી ઉપસ્થિત દૃર્દૃીન્ો ન્યુટ્રિશન કિટનું વિતરણ કર્યું હતું. અહીં ત્ોમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ તોરંદૃાની પણ મુલાકાત લીધી હતી. અહીં ત્ોમણે સુજલામ સુફલામ યોજના હેઠળ નિર્માણ પામેલા અમૃત સરોવરન્ો નિહાળ્યું હતું અન્ો ગ્રામજનો, અગ્રણીઓ સાથે સંવાદૃ કર્યો હતો.