પ્રાંચી તીર્થમાં કોળી સમાજમાં વિના મૂલ્યે નેત્ર નિદાન, દંત યજ્ઞ, જનરલ ચેકઅપ કેમ્પ

પ્રાંચી તીર્થ ખાતે તા.18 / 6 / 24 ને મંગળવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન વેરાવળ -કોડીનાર હાઈવે રોડ ઉપર વિના મૂલ્ય શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ તથા દંત યજ્ઞ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે તથા હાર્ડવૈદ રવિરાજભાઈ તથા હમીરભાઈ તથા ડો.રોહિતભાઈ પટેલ પ્રાચી તીર્થ તથા દાંતના ડોક્ટર નયનાબેન રાવલીયા અક્ષર ડેન્ટલ ક્લિનિક વેરાવળ પોતાની સેવાઓ આપશે આ વિનામુલ્યે સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઇ જઇ અન્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ ( નેત્રમણી ) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે આવનાર દરેક દર્દીઓને રહેવા ,જમવા , શુધ્ધ ઘીનો શીરો, ચા પાણી – નાસ્તો,ચશ્માં,દવા, ટીપા મફત આપવામાં આવશે આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુક્વાની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે આ કેમ્પમાં દર્દીઓને કોઇ પ્રકારની તકલીફ ન પડે તે માટે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત દરેક દર્દીને કોઇ બિમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે આ કેમ્પના આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા પત્રકાર જાદવભાઇ ચુડાસમા પ્રાચી તીર્થ મો. 99785 23182 ગાયત્રી સ્ટીલ એન્ડ પ્લાસ્ટિક વેર, ગાયત્રી સ્ટીલ એન્ડ કિચન વેર માધવરાય રોડ મોક્ષ પીપળા ની બાજુ માં સંપર્ક કરવા દર્દીને અનુરોધ કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ