કરદાતાઓને આઈટી રિફંડના ફ્રોડ મેસેજ કરી ખાતામાંથી ઉઠાંતરીના કિસ્સાઓ બનતા આવકવેરા વિભાગની ચેતવણી
આવકવેરા વિભાગ તરફથી આઈટીઆર 2024 ને માટે ટેકસ રિફંડ આવવુ શરૂ થઈ ગયુ છે. જોકે હજુ પણ ઘણા બધા કરદાતાઓ રિફંડની રાહ જોઈ રહ્યા છે. દરમ્યાન ઈન્કમટેકસ વિભાગ તરફથી રિફંડનો દાવો કરનારા કરદાતાઓ માટે એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગે ટેકસ પેયર્સને ઈન્કમટેકસ રિફંડ ફ્રોડથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે.ખરેખર તો ઈન્કમટેકસ વિભાગે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર લોકોને ટેકસ રિફંડ માટે પાત્ર હોવાનો દાવો કરતાં અજાણ્યા કોલ અને પોપ-એપનોટીફીકેશનને લઈને સાવધાન રહેવાની સલાહ આપી છે.
વિભાગે જણાવ્યું છે કે ઓફીશ્યલ ચેનલોનાં માધ્યમથી આઈટી વિભાગ સાથે કોઈપણ કોમ્યુનિકેશનની ચકાસણી કરો.ક્રેડીટ કાર્ડ નંબર બેન્ક એકાઉન્ટ ડિટેલ કે કોઈ અન્ય સંવેદનશીલ જાણકારી માંગનાર ઈ-મેલનો જવાબ ન આપવા કે વેબસાઈટ પર ન જાઓ.
ઉલ્લેખનીય છે કે ફ્રોડ મેસેજોમાં લખવામાં આવી રહ્યું છે.આપવુ 15000 રૂપિયાનું આવકવેરા રિફંડ સ્વીકારવામાં આવ્યુ છે. આ એમાઉન્ટ ઝડપથી આપના ખાતામાં જમા કરી દેવાશે.
આવા ફ્રોડ મેસેજથી એક ટેકસ પેયરે ખાતામાંથી દોઢ લાખ ગુમાવ્યાનો કિસ્સો બન્યો હતો.