Amazon.in ભારતના સૌથી મોટા બ્યુટી સ્ટોરે, આજે તેના પ્રીમિયમ બ્યુટી સિલેક્શનના વિસ્તરણની જાહેરાત કરી છે, જેમાં 2026માં અળફુજ્ઞક્ષ.શક્ષ પર 100થી વધુ નવી બ્રાન્ડ્સ લાઇવ થવાની તૈયારીમાં છે – જેમાં ડોલ્સે એન્ડ ગબ્બાના, લૌરા મર્સિયર, એલેમિસ, અર્બન ડેકે, અવેડા, લા રોશે પોસે, બાયોડાન્સ, યુસેરિન, પૌલા ચોઇસ, રિફ્સ, એનેસા અને બીજી ઘણીનો સમાવેશ થાય છે. ભારતભરમાં આંતરરાષ્ટ્રીય બ્યુટી બ્રાન્ડ્સની માંગમાં સતત વધારો થતાં, આ વર્ષે જાપાનીઝ, ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ બ્યુટી અને મિડલ ઈસ્ટર્ન ફ્રેગરેન્સ બ્રાન્ડ્સ જેમ કે એનેસા, કોકેબાના, મિસ્ટિકરે, ગોટ સોપ્સ, કેએનએસ, વન લીફ અને વધુ સુધી પણ નવા લોન્ચિસનો વિસ્તાર થશે.આ જુલાઈમાં પ્રાઇમ ડે પર, ગ્રાહકો અળફુજ્ઞક્ષ.શક્ષ પર વૈશ્વિક અને સ્થાનિક બંને પ્રિમિયમ બ્રાન્ડ્સના સૌંદર્યઉત્પાદનોના આકર્ષક નવા લોન્ચ, શાનદાર ઓફરો અને બ્લોકબસ્ટર ડિલ્સની પ્રતિક્ષા કરી શકે છે.
“ભારતની બ્યુટી ઈન્ડસ્ટ્રી હવે ઉપલબ્ધતા-આધારિત ખરીદીથી વધુ ઇરાદાપૂર્વક, ડિસ્કવરી-લેડ ક્ધઝમ્પશન તરફનું સ્પષ્ટ પરિવર્તન જોઈ રહી છે, જે વૈશ્વિક બ્યૂટી ટ્રેન્ડ્સ પ્રત્યે વધતી જાગૃતિને આભારી છે. અમે એમેઝોન બ્યુટી પર પ્રીમિયમ બ્યુટી સેગમેન્ટમાં ઢજ્ઞઢ 1.5ડ વાર્ષિક વૃદ્ધિ જોઈ રહ્યા છીએ, જેમાં ઊં-બ્યુટી અને ફ્રેન્ચ ફાર્મસીની માંગ વર્ષ-દર-વર્ષે લગભગ બમણી થઈ રહી છે. પ્રીમિયમ બ્યુટી ડિમાન્ડનો 50%થી વધુ હિસ્સો હવે ટિયર 2 અને ટિયર 3 શહેરો જેવા કે થ્રિસુર, દેહરાદૂન, પટિયાલા, ગુવાહાટી અને કોલ્હાપુરમાંથી આવે છે, જે એક મજબૂત સંકેત છે કે પ્રીમિયમ બ્યુટીની આકાંક્ષા સમગ્ર ભારતમાં વિસ્તરી રહી છે. વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો માટે વિસ્તરતી પસંદગીમાં અમે રોકાણ કર્યું છે ત્યારે, અમે સ્પીડ ઉપર પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ- ભારતભરના ટોચના 100 શહેરોમાંના લગભગ અડધા બ્યુટી ઓર્ડર્સ સેમ અથવા નેક્સ્ડ ડે ડિલિવર થાય છે, જે ભારતભરમાં બ્યુટીને ગ્રાહકોની સમીપ લાવે છે. અમે વિશ્વસનીય બ્રાન્ડ્સ અને અઈં-પાવર્ડ શોપિંગ ટૂલ્સમાંથી વ્યાપક પસંદગી દ્વારા પ્રીમિયમ બ્યુટીને વધુ સુલભ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ – અને દેશમાં બ્યુટી શોપર્સની સૌથી મોટી સંખ્યા તેમજ દર વર્ષે અમારા બ્યુટી કસ્ટમર બેઝમાં બેવડા-અંકની વૃદ્ધિ સાથે, અળફુજ્ઞક્ષ.શક્ષ પર બ્યુટી માટેની આગળની સફરને લઈને અમે રોમાંચિત છીએ,”એમએમેઝોન ઇન્ડિયાના બ્યુટી ડિરેક્ટર સિદ્ધાર્થ ભગતે જણાવ્યું હતું.