Jai Hind

ચોમાસામાં વાળ માટે કયું તેલ છે ઉત્તમ? જાણો ડેન્ડ્રફ અને વાળ ખરતા અટકાવવાની સાચી રીત

ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે. આ ભેજના કારણે સ્કેલ્પ (માથાની ચામડી) પર ચીકાશ વધવી, ડેન્ડ્રફ (ખોડો), ફંગલ ઇન્ફેક્શન અને અતિશય વાળ ખરવા જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં વાળને ખાસ સંભાળની જરૂર હોય છે. યોગ્ય તેલની પસંદગી કરીને તમે વરસાદી ઋતુમાં પણ તમારા વાળને મજબૂત અને ચમકદાર રાખી શકો છો.

અહીં ચોમાસા માટે સૌથી ઉપયોગી તેલ અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત દર્શાવવામાં આવી છે:

૧. નાળિયેર તેલ અને ટી ટ્રી ઓઇલ

કોકોનટ ઓઇલ ખૂબ જ હલકું હોય છે અને તે વાળના મૂળ સુધી પહોંચીને પોષણ આપે છે. ચોમાસા દરમિયાન સાદા નાળિયેર તેલમાં ૨ થી ૩ ટીપાં ‘ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ’ ઉમેરીને લગાવવું જોઈએ. ટી ટ્રી ઓઇલમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણો માથામાં થતા ઇન્ફેક્શન અને ખોડા સામે રક્ષણ આપે છે.

૨. લીમડાનું તેલ

જો ચોમાસામાં માથામાં નાની-નાની ફોલ્લીઓ, ખંજવાળ કે હઠીલો ખોડો થતો હોય, તો લીમડાનું તેલ શ્રેષ્ઠ ઉપાય છે. લીમડાના ગુણધર્મો સ્કેલ્પને ક્લીન અને ઇન્ફેક્શન-ફ્રી રાખે છે. ધ્યાન રાખો કે લીમડાનું તેલ સીધું લગાવવાને બદલે તેને બદામ કે નાળિયેરના તેલ સાથે મિક્સ કરીને જ વાપરવું

3 બદામનું તેલ

વિટામિન E થી ભરપૂર બદામનું તેલ હળવું હોય છે અને વાળમાં ચીકાશ જમા થવા દેતું નથી. તે નબળા અને નિર્જીવ વાળને મજબૂતી આપે છે તેમજ વરસાદમાં વાળ તૂટવાની સમસ્યા ઘટાડે છે.

ચોમાસામાં તેલ લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો: