ચણાનો લોટ, દહીં અને મધ: ઘરે જ બનાવો નેચરલ ફેસ ક્લીન્ઝર, ચહેરા પર આવશે કુદરતી ગ્લો

આજના ભાગદોડભર્યા જીવનમાં ધૂળ, પ્રદૂષણ અને તડકાના કારણે ચહેરાની કુદરતી રોનક ગાયબ થઈ જતી હોય છે. બજારમાં મળતા મોંઘા ફેસવોશમાં રહેલા કેમિકલ્સ ત્વચાને વધુ ડ્રાય અને નિર્જીવ બનાવી દે છે. આવા સમયે તમારા રસોડામાં જ રહેલી ૩ સાદી વસ્તુઓ—ચણાનો લોટ (બેસન), તાજું દહીં અને મધ—તમારા ચહેરા માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.

આ નેચરલ ક્લીન્ઝરથી કોઈ આડઅસર વગર ચહેરા પર ફેસિયલ જેવી ચમક મેળવી શકાય છે.

જરૂરી સામગ્રી

ચણાનો લોટ: ૧ ચમચી

તાજું દહીં: ૧ ચમચી

મધ: ૧ ચમચી

બનાવવાની અને ઉપયોગ કરવાની રીત

1.પેસ્ટ તૈયાર કરો:૧ મિનિટ.એક બાઉલમાં ૧ ચમચી ચણાનો લોટ, ૧ ચમચી દહીં અને ૧ ચમચી મધ ઉમેરીને સરસ સુંવાળી પેસ્ટ બનાવી લો.

2.ચહેરો સાફ કરો:૧ મિનિટ.હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો જેથી ત્વચાના છિદ્રો (pores) ખૂલી જાય.

3.મસાજ કરો:૨ મિનિટ.આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને હળવા હાથે ગોળાકાર (circular) ગતિમાં ૨ મિનિટ માટે મસાજ કરો.

4.ધોઈ લો:૫-૭ મિનિટ.પેસ્ટને ચહેરા પર ૫ થી ૭ મિનિટ રહેવા દો, ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

આ દેશી ક્લીન્ઝરના અદ્ભુત ફાયદા
ત્વચાની ઊંડી સફાઈ: ચણાનો લોટ ત્વચામાંથી વધારાનું તેલ, ગંદકી અને મૃગ કોષો (dead skin) દૂર કરી છિદ્રો સાફ કરે છે.

ડાઘ-ધબ્બા અને ટેનિંગમાં રાહત: દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાનો રંગ નિખારે છે અને સન ટેનિંગ તથા ડાઘ-ધબ્બા ઓછા કરે છે.

કુદરતી મોઇશ્ચરાઇઝર: મધ ત્વચામાં ભેજ જાળવી રાખે છે. કેમિકલવાળા ફેસવોશની જેમ આનાથી ત્વચા સુકાઈ જતી નથી પરંતુ એકદમ નરમ રહે છે.

ખીલ સામે રક્ષણ: મધના એન્ટી-બેક્ટેરિયલ ગુણો ચહેરા પર ખીલ થતા અટકાવે છે.

દરેક સ્કિન ટાઇપ માટે ઉત્તમ: આ ક્લીન્ઝર ડ્રાય, ઓઇલી કે સેન્સિટિવ—તમામ પ્રકારની સ્કિન માટે એકદમ સેફ અને ફાયદાકારક છે.

રિલેટેડ ન્યૂઝ