Jai Hind

ઇન્ટરવ્યૂ હોય કે ફર્સ્ટ ડેટ: આ 7 સ્ટાઇલિંગ મિસ્ટેક્સ તમારી ઇમ્પ્રેસન બગાડી શકે છે, આજે જ સુધારી લો

અાપણે સૌ જાણીએ છીએ કે “ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેસન” – પછી તે નોકરીનો ઇન્ટરવ્યૂ હોય કે કોઈ ખાસ વ્યક્તિ સાથેની પહેલી મુલાકાત. તમારું નોલેજ કે પર્સનાલિટી ગમે તેટલી સારી હોય, પણ જો તમારો લુક અને સ્ટાઇલ ખોટા હશે તો પહેલી જ વારમાં છાપ ખરાબ પડી શકે છે.

જાહેરમાં તમારો પ્રભાવ ઓછો કરતી આવી જ કેટલીક સામાન્ય ફેસબુક/સ્ટાઇલિંગ મિસ્ટેક્સ અને તેને સુધારવાની રીતો વિશે જાણો:

1. કરચલીઓ વાળા કપડાં પહેરવા ઇસ્ત્રી વગરના કે ચોળાયેલા કપડાં પહેરીને જવાથી સામેવાળાને લાગે છે કે તમે પોતાના દેખાવ પ્રત્યે આળસુ કે બેદરકાર છો. હંમેશાં વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલાં કપડાં જ પસંદ કરો.

2. ફૂટવેર (શૂઝ/ચપ્પલ) પ્રત્યે બેદરકારી કોઈપણ વ્યક્તિની નજર સૌથી પહેલા તમારા શૂઝ પર પડે છે. ગંદા, તૂટેલા કે આઉટફિટ સાથે મેચ ન થતા શૂઝ આખા લુકને બગાડી શકે છે. પ્રસંગ મુજબ સાફ અને યોગ્ય ફૂટવેર પહેરો.

3. પરફેક્ટ ફિટિંગનો અભાવ ખૂબ ઢીલા (લૂઝ) કે અતિશય ટાઇટ કપડાં તમારો આત્મવિશ્વાસ ઘટાડે છે. તમારા બોડી ટાઇપને સૂટ થાય અને જેનું ફિટિંગ પરફેક્ટ હોય તેવા જ કપડાં પસંદ કરો.

4. પ્રસંગ વગરનું ડ્રેસિંગ (ઓવર કે અંડર ડ્રેસિંગ) કેઝ્યુઅલ મીટિંગમાં અતિશય ચમકધમક વાળા કપડાં કે ઔપચારિક (ઓફિશિયલ) મીટિંગમાં જીન્સ-ટીશર્ટ જેવા કેઝ્યુઅલ કપડાં પહેરવાથી ખોટો મેસેજ જાય છે. જગ્યા અને પ્રસંગને અનુકૂળ કપડાં પહેરો.

5. અતિશય એક્સેસરીઝનો ઉપયોગ ઘડિયાળ, બેલ્ટ, ગોગલ્સ, જ્વેલરી – આ બધું એકસાથે પહેરવાથી લુક ઓવર લાગે છે. જો કપડાં સિમ્પલ હોય તો સ્ટેટમેન્ટ એક્સેસરીઝ પહેરો, પણ જો આઉટફિટ હેવી હોય તો એક્સેસરીઝ મિનિમલ (ઓછી) રાખો.

6. પર્સનલ હાઇજીન અને ગરૂમિંગ પર ધ્યાન ન આપવું અસ્તવ્યસ્ત વાળ, ગંદા નખ, ઉખડેલી નેઇલપેઇન્ટ કે મોં-શરીરની દુર્ગંધ તમારી આખી છાપ બગાડી શકે છે. ફર્સ્ટ મીટિંગમાં જતા પહેલા પરફ્યુમ, માઉથ ફ્રેશનર અને યોગ્ય ગરૂમિંગનો ઉપયોગ અચૂક કરો.

7. અનકમ્ફર્ટેબલ કપડાં પહેરવા ફેશનના ચક્કરમાં એવા કપડાં ક્યારેય ન પહેરો જેમાં તમે કમ્ફર્ટેબલ ન હોવ. જો તમે કપડાંમાં અનઇઝી હશો તો વારંવાર તેને સરખા કરવામાં જ તમારું ધ્યાન રહેશે અને આત્મવિશ્વાસ ઓછો દેખાશે.