Jai Hind

ખરતા વાળની સમસ્યાથી મુક્તિ અપાવશે આ દેશી હોમમેડ હેર ઓઈલ, જાણો બનાવવાની સરળ રીત

આજના સમયમાં બજારમાં વાળની અલગ-અલગ સમસ્યાઓ માટે અનેક પ્રકારના તેલ મળે છે. વાળ વધારવા, ખોડો દૂર કરવા કે વાળ ખરતા અટકાવવા માટેના દાવાઓ કરતા તેલની કોઈ કમી નથી. પરંતુ આ તેલમાં કયા કેમિકલ્સ અને કેટલી માત્રામાં વપરાયા છે તેની આપણને ખબર નથી હોતી. તેથી, ઘરના આંગણે કે રસોડામાં મળતી આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે જ શુદ્ધ તેલ બનાવવું સૌથી ઉત્તમ છે. આ તેલ એકવાર બનાવીને તમે મહિનાઓ સુધી વાપરી શકો છો. આવો જાણીએ ઘરે જ આયુર્વેદિક તેલ બનાવવાની સરળ રીત.

જરૂરી સામગ્રી:

બનાવવાની રીત:
૧. તેલ ઉકાળવું: સૌપ્રથમ એક કડાઈ કે વાસણમાં ૨૦૦ ગ્રામ નાળિયેરનું તેલ ગરમ કરવા મૂકો. હવે તેમાં મેથીના દાણા, જાસૂદના ફૂલ-પાન, મીઠો લીમડો, કલૌંજી અને ઈચ્છો તો સમારેલી ડુંગળી ઉમેરો.
૨. ધીમા તાપે પકવવું: આ બધી વસ્તુઓને ધીમા તાપે તેલનો રંગ બદલાય અને બધી સામગ્રીનો અર્ક તેલમાં ઊતરી જાય ત્યાં સુધી બરાબર પાકવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી તેલને ઠંડુ થવા દો.
૩. ગાળીને સ્ટોર કરવું: તેલ ઠંડુ થાય એટલે તેને ગાળણી વડે ગાળી લો. શિયાળાની ઋતુમાં નાળિયેરનું તેલ જામી જતું હોય છે, તેથી તેમાં ૨ ચમચી એલોવેરા જેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. આનાથી તેલ જામશે નહીં અને વાળને બમણું પોષણ મળશે.

વાળમાં તેલ વાપરવાની રીત:
વાળ ધોવાના ૧ થી ૨ કલાક પહેલા આ તેલથી માથાની ત્વચા (સ્કેલ્પ) અને વાળમાં હળવા હાથે માલિશ કરો. તમે ઈચ્છો તો રાત્રે તેલ લગાવીને સવારે શેમ્પૂથી વાળ ધોઈ શકો છો.

ફાયદા:
આ તેલમાં રહેલા કુદરતી ઘટકો વાળનું ખરવું અટકાવે છે, વાળની શુષ્કતા (ડ્રાયનેસ) દૂર કરે છે અને વાળને મૂળમાંથી મજબૂત બનાવી લાંબા અને ઘાટા કરે છે. સંપૂર્ણ આયુર્વેદિક હોવાથી આ તેલ બાળકોના માથામાં લગાવવા માટે પણ એકદમ સુરક્ષિત છે.